બનાસકાંઠામાં વાદળછાયુ વાતાવરણ જોતા ખેતી પાકને નુકશાનની ભીતિ

બનાસકાંઠા જિલ્લામાં આજે વહેલી સવારથી વાદળછાયુ વાતાવરણ બન્યું હતું. આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઈ જતા તાપમાનનો પારો વધી ગયો હતો. વાતાવરણ વહેલી સવારથી ધુમ્મસ છવાતા લોકોએ આહલાદક વાતાવરણની મજા પણ માણી હતત ખેતી પાકને નુકસાન થવાની સંભાવના વધી ગઈ છે. ખાસ કરીને જિલ્લામાં જીરુ, રાયડો અને બટાકાનું મહત્તમ વાવેતર થયું છે. ત્યારે આવ પ્રકારના વાતાવરણને કારણે ખેતી પાકમાં સુકારો નામનો રોગ આવવાની શક્યતાઓ વધી જતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે.

આ રોગથી બચવા માટે પિયત કરવાનું ટાળવું જોઇએ અને ફૂગનાશક દવાનો છંટકાવ કરે તો પાકને નુકસાનથી બચી શકાય તેમ મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક જે કે પટેલે જણાવ્યું હતું.બનાસકાંઠા જિલ્લામાં આજે શુક્રવારે વહેલી સવારથી જ વાદળછાયુ વાતાવરણ જોવા મળતા માવઠા જેવી સ્થિતિ સર્જાઈ હતી. વારંવાર વાતાવરણમાં પલટો આવતા ખેતી પાકને નુકસાન થવાની ભીતિ સર્જાઈ છે. જેને લઈ ખેડૂતો ચિંતિત બન્યા છે.