વાતાવરણ માં પલટો આવતા, ગીર સોમનાથના દરિયામાં ૧૫ બોટ ડૂબી, ૧૧ માછીમાર લાપતા, માછીમારોને શોધવા હેલિકોપ્ટરની મદદ લેવાઈ

ગુજરાત રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ થયો છે, વાતાવરણ પલટાતાં અનેક સ્થળોએ હિલસ્ટેશન જેવું વાતાવરણ થયું છે અને ઠંડીમાં એકાએક વધારો જોવા મળ્યો છે. ત્યારે ગીર-સોમનાથના દરિયામાં ૧૦ બોટો દરિયામાં ડૂબી ગઇ છે. જેમાં ૧૨ માછીમાર પણ લાપતા થયા છે. ગીર-સોમનાથ જિલ્લા કલેક્ટરે ઘટનાની પુષ્ટિ કરીને જણાવ્યું હતું કે હાલમાં ૪ માછીમારને બચાવી લેવામાં આવ્યા છે અને બીજા ને બચવા માટે તમામ ટીમો કામ લાગી ગઈ છે. મુખ્યમંત્રીએ મુખ્ય સચિવ પંકજ કુમારને પરિસ્થતિ પર નજર રાખવાની પણ સૂચનાઓ આપી છે.

હવામાન વિભાગે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે રાજ્યમાં ભારે પવન અને વરસાદની આગાહી કરી હતી. એની સાથે માછીમારોને દરિયો નહીં ખેડવા માટે સૂચનાઓ પણ આપી હતી. જેથી માછીમારો દરિયામાં નહોતા ગયા પરંતુ, કાંઠે લાંગરેલી ૪૦ ફીશીગ બોટો ભારે પવનના લીઘે એક-બીજા સાથે અથડાતા નાનુ-મોટું વ્યોપક નુકસાન થયુ છે. જેમાં ૧૨ બોટોએ જળ સમાધિ લીધી છે. જેમાં ૧૨ ખલાસીઓ લાપતાં થયાં હતા. જોકે ૪ ખલાસીઓને બચાવી લેવાયા છે અને બાકી ૮ ખલાસીઓની બચાવ કામગીરી ચાલું છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૧૨૯ તાલુકામાં છૂટોછવાયો કમોસમી વરસાદ વરસ્યો છે. રાજ્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગીર સોમનાથના નવાબંદર પર વાવાઝોડા અને વરસાદને કારણે માછીમારી માટેની ૧૨ બોટમાં રહેલા ૧૨ જેટલા ખલાસી માછીમારો પૈકીના ૮ જેટલા વ્યક્તિઓ સમુદ્રમાં ગુમ થઈ જવાની ઘટના અંગે જિલ્લા કલેક્ટર સાથે વાતચીત કરીને બચાવ રાહત માટેના તાત્કાલિક વ્યવસ્થા કરવા સૂચનાઓ આપી હતી.

મુખ્યમંત્રીની આ સૂચનાને પગલે કોસ્ટ ગાર્ડ સાથે સંકલન સાધીને કોસ્ટ ગાર્ડની બોટસ અને બે હેલિકોપ્ટર દ્વારા બચાવ કામગીરી હાથ ધરી ગુમ થયેલા માછીમારોને શોધવા અને પરત લાવવાની કાર્યવાહી યુદ્ધના ધોરણે ઉપાડવામાં આવી છે.  વાતાવરણ પલટાતાં અનેક સ્થળોએ હિલસ્ટેશન જેવું વાતાવરણ થયું છે અને ઠંડીમાં એકાએક વધારો જોવા મળ્યો છે. વલસાડ, નવસારી, પારડી, ખેરગામ, ઉમેરગામ, મહુવા અને પલસાણામાં ૩ ઈંચથી વધુ વરસાદ વરસ્યો હોવાની માહિતી સામે આવી છે. તો ડાંગ, સુરત, તાપી, નર્મદા,ભરૂચ, છોટાઉદ્દેપુર, ઉના અને ખાંભામાં ૧ ઈંચથી વધુ કમોસમી વરસાદ વરસ્યો છે. સમગ્ર દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં માવઠાને કારણે એક જ દિવસમાં ત્રણ ડીગ્રી તાપમાન ગગડ્યું છે. સુરતના બારડોલી અને મહુવા પંથકમાં પણ માવઠાને કારણે ભરશિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો.

દીવમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદને કારણે એક ખલાસીનું દરિયામાં મોત થયું હતું, તો અમરેલી જિલ્લાના રાજુલા, જાફરાબાદ, પીપાવાવ કોસ્ટલ બેલ્ટ પર માવઠું પડ્યું. આ તરફ રાજકોટ જિલ્લાના ગોંડલમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્રના કેટલાંક શહેરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં સાબરકાંઠા સહિત અરવલ્લી, દાહોદ, મહીસાગરનો સમાવેશ થાય છે. વડોદરા, આણંદ, છોટાઉદેપુરમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, સાથે જ સૌરાષ્ટ્રનાં કેટલાંક શહેરો, જેવા કે, જૂનાગઢ, અમરેલી અને ભાવનગરમાં પણ ભારે વરસાદ વરસી શકે છે. આજે રાજ્યના ૪ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરાઈ છે, જેમાં મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર અને નર્મદા જિલ્લાનો સમાવેશ થાય છે