રાજ્યમાં કમોસમી વરસાદ અને ભારે પવન ફૂકાવાથી ખેડૂતોને ભારે નુકશાન

મોસમમાં આવેલા અચાનક બદલાવ ના કારણે ધરતીપુત્રોમાં ભયનો માહોલ ઉભો કર્યો છે. સવારથી જ ધીમીધારે તો વરસાદી ઝાપટા સાથે વરસાદનો માહોલ રહ્યો હતો જેને લઈ વાતારણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ત્યારે ઓલપાડમાં ૧૨ એમ.એમ વરસાદ નોંધાયો હતો.વરસાદ થવાથી સુગર મિલો, ખેડૂતો અને સહકારી મંડળીના સંચાલકો ચિંતામાં મુકાયા હતા. કેમકે આ વરસાદના કારણે શાકભાજી, કઠોર, ઘઉં, કપાસ અને શેરડીના પાકને નુકશાન થશે. ખાસ કરીને ખેતરમાં પડેલો ઘાસચારો અને હાલમાં શેરડીનું કટિંગ ચાલી રહ્યું છે. વરસાદ પડવાના કારણે સુગર મિલોની ટ્રકો ખેડૂતોના ખેતરમાં ના જઇ શકતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. શેરડીનું કટિંગ અટવાયું છે. તો બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં રોજ ૫૦ હજાર ટનથી વધુ શેરડી પીલાણ માટે આવે છે. પણ વરસાદ પડવાના કારણે શેરડીના કટિંગ લબાઈ જતા સુગર મિલો અને ખેડૂતોને ભારે નુકશાન થશે.

દક્ષિણ ગુજરાતની સુગર મિલોમાં શેરડી કાપણી અને પીલાણ શરૂ થતાની કમોસમી વરસાદે પણ જોર બતાવ્યું છે. સિઝનની શરૂઆતમાં થયેલા આ કમોસમી વરસાદે શેરડી કાપણી અટકતા સુગર મિલો બંધ થઈ. આ પરિસ્થિતિ નિર્માણ થતા સુગર મિલોની મુશ્કેલીમાં વધારો થવાની શક્યતા છે. અરબી સમુદ્રમાં સક્રિય થયેલી લો પ્રેશર સિસ્ટમને લઇને હવામાન વિભાગ દ્વારા ત્રણ દિવસ સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. જેને લઈ લઇ મંગળવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો. અને રાત્રે કેટલાક વિસ્તારમાં વરસાદ પડ્યો હતો.