કચરાના ઢગલા અને દિલ્હીમાં પ્રદૂષણના મુદ્દા પર અરવિંદ કેજરીવાલે આપી ૧૦ ગેરેન્ટી

એમ.સી.ડી ચૂંટણી એટલે કે, દિલ્હી નગર નિગમ ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ રાજકીય પાર્ટી એક્ટિવ થઈ ગઈ છે. કચરાના ઢગલા અને દિલ્હીમાં પ્રદૂષણના મુદ્દા પર આમ આદમી પાર્ટી અને ભાજપની વચ્ચે ટક્કર તેજ થઈ ગઈ છે. આ તમામની વચ્ચે એમસીડી ચૂંટણીને ધ્યાને રાખી આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે એટલે કે શુક્રવારે દિલ્હીવાસીઓ માટે ૧૦ ગેરેન્ટી આપી છે.

પ્રેસ કોન્ફ્રેન્સ દરમિયાન ભારતીય જનતા પાર્ટી પર પ્રહાર કરતા કેજરીવાલે કહ્યું કે, દિલ્હીની જનતાને એક ભાવૂક અપીલ કરી અને કહ્યું કે, યોગ રોકનારાને વોટ આપતા નહીં, યોગ કરનારાને વોટ આપજો. લડાઈ કરનારાને વોટ આપતા નહીં, સ્કૂલ બનાવનારાને વોટ આપજો. દિલ્હી રોકનારાને વોટ આપતા નહીં, દિલ્હી ચલાવનારાને વોટ આપજો. દેશ રોકનારાને વોટ આપતા નહીં, દેશને નંબર વન બનાવનારને વોટ આપજો. ત્યાર બાદ અરવિંદ કેજરીવાલે એમસીડી ચૂંટણીમાં દિલ્હીને ૧૦ ગેરેન્ટી આપી છે.

દિલ્હીમાં જેટલા પણ કચરાના પહાડ છે, તેને ખતમ કરી દેશે. કોઈ પણ નવો પહાડ દિલ્હીની અંદર બનવા દેશે નહીં અને કચરાના નિવારણ માટે લંડન પેરિસથી એક્સપર્ટ બોલાવશે અને બાકીના શહેરોના માફક કચરાનું નિવારણ કરશે. રોડ અને શેરીઓને શાનદાર બનાવી દેશે, સાફ સફાઈ રાખશે. ભ્રષ્ટાચાર મુક્ત એમસીડી હશે.નકશા પાસ કરાવાની પ્રક્રિયા સરળ બનાવશે અને પૈસા આપવાનું કામ બંધ થશે. પાર્કિંગની સમસ્યાથી મુક્તિ અપાવશે. રખડતા ઢોર અને કુતરાથી દિલ્હીવાસીઓને મુક્તિ અપાવશે નગર નિગમના રસ્તા અને શેરીઓને સુંદર બનાવશે સ્કૂલ અને હોસ્પિટલ શાનદાર બનાવશે. તમામ એમસીડી પાર્કને સુંદર અને સ્વચ્છ રાખશે. કોન્ટ્રાક્ટ કર્મચારીઓને કાયમી કરશે, સૌને સમયસર પગાર મળશે.

વેપારીઓની સમસ્યાનું નિવારણ લાવશે, ઈંસ્પેક્ટર રાજ ખતમ થશે. લારીઓવાળા માટે વેંડિંગ ઝોન બનાવશે. સૌને લાયસન્સ આપશે કોઈ પૈસા વસૂલી નહીં થાય.