દારૂ પીધેલો કોઇ મળશે તો ગાડીમાં બેસાડી જેલમાં નાંખી દેવામાં આવશે : બિહારના વન અને પર્યાવરણ મંત્રી

બિહારમાં શરાબબંધીનો મુદ્દો ખુબ ચર્ચામાં છે.તાજેતરમાં ગેરકાયદેસર શરાબને કારણે અનેક લોકોના મોત પણ થયા છે.આ દરમિયાન બિહારના વન અને પર્યાવરણ મંત્રી તેજ પ્રતાપ યાદવનું નિવેદન સામે આવ્યું છે.તેમણે કહ્યું કે શરાબ પી મરનારાઓને કોઇ વળતર આપવું જોઇએ નહીં તેમની વિરૂધ્ધ અમે આંદોલન શરૂ કરીશું તેમણે કહ્યું કે જો અમને શરાબ પીને જોવા મળશે તો તેને અમારી ગાડીમાં બેસાડી જેલમાં નાખી દઇશું.

ગત ૩૧ ડિસેમ્બરે બિહારમાં ઝેરી શરાબ પીવાથી ઓછામાં ઓછા ૪૦ લોકોના મોત નિપજયાના મામલે દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાંચે મુખ્ય આરોપીની ધરપકડ કરી હતી.આરોપીની ઓળખ રામ બાબુ મહતોના રૂપમાં કરવામાં આવી છે. તે બિહારના સારણ જીલ્લાનો નિવાસી છે.એ યાદ રહે કે બિહારના સારણ જીલ્લામાં આ મહીનાની શરૂઆતમાં ઝેરી શરાબ પીવાથી સેંકડો લોકોના મોત થઇ ગયા હતાં બિહારમાં શરાબના વેચાણ પર પ્રતિબંધ છે. પોલીસે ઇનપુટ મળ્યું હતું કે મહંતો દિલ્હીમાં છુપાયેલો છે આરોપી રામ બાબુ મહતો આ સમગ્ર મામલામાં મુખ્ય આરોપી હતો આથી પોલીસ પણ ખુબ એલર્ટ મોડમાં કામ કરી રહી હતી.