અનુલોમ-વિલોમ, પ્રાણાયમ કરવાથી ઓક્સિજનનું લેવલ વધારી શકાય છે

દેશમાં કોરોના સંકટ ભયાનક બન્યું છે, ત્યારે નિષ્ણાતોએ ડોકટરોએ ઓક્સિજન સંબંધિત ખૂબ જ મહત્વપૂર્ણ સૂચનો અને ટીપ્સ આપી છે જે તમારા મનમાં ઉભા થયેલા ડરને દૂર કરશે. જાે ઓક્સિજન લેવલ ઘટી રહ્યું છે, તો અનુલોમ-વિલોમ, પ્રાણાયમ કરો તેનાથી લાભ થશે.

એઈમ્સના ડાયરેક્ટર ડો.રણદીપ ગુલેરિયા, મેદાંતા મેડિસિટી હોસ્પિટલના ચેરમેન ડો.નરેશ ત્રેહન, એઈમ્સના મેડિસિન વિભાગના એચઓડી ડોક્ટર નવનીત વિગ અને ભારતમાં આરોગ્ય સેવાઓનાં નિયામક ડો. સુનિલ કુમારે કોરોના ચેપ, સારવાર,  ઓક્સિજનની જરૂરીયાત અંગે રવિવારે વિસ્તૃત માહિતી આપી, જાે કોરોના પોઝિટિવ આવ્યા તો શું કરવું જાેઇએ, ઓક્સિજનનું સ્તર કેવી રીતે વધારી શકાય? જ્યારે દર્દીને તબીબી ઓક્સિજનની જરૂર હોય ત્યારે તણાવ ઘટાડવાની રીત પણ સમજાવી.

અનુલોમ-વિલોમ પ્રાણાયામ દર્દીઓ માટે ખૂબ ફાયદાકારક છે કારણ કે લાંબા શ્વાસ લઇને તેને રોકી રાખવાથીબંધ કરવાથી ફેફસામાં ઓક્સિજનનું પ્રમાણ વધે છે. તેનાથી ફેફસાં મજબૂત બને છે.

એઈમ્સના ડાયરેક્ટર ડો.રણદીપ ગુલેરિયાએ સમજાવ્યું કે જાે તમારૂં ઓક્સિજન સેચુરેશન ૯૪, ૯૫, ૯૭ છે, તો પછી ઓક્સિજન લગાવવાની કોઇ જરૂરીયાત નથી. જાે તમને લાગે કે તમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે, છાતીમાં ઇન્ફેક્સન છે તો ઉંડા શ્વાસ લેવાની કસરત કરો. જાે તમે ઉંધા ઉંઘી જશો તો પણ તમારૂ સેચુરેશન વધી જશે.