ભચાઉથી થોડી દૂર ૩ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો

૨૦૦૧ના ભૂંકપ બાદ અત્યારસુધી સુધી આવેલા ભૂકંપના આંચકાઓ બાદ ભૂસ્તરશાસ્ત્રીઓ અને અહેવાલો અનુસાર આફ્ટરશોક પેટાળની ઉર્જાને વિખેરવાનું કામ કરે છે. જે ભયજનક નથી. જ્યારે નવા કેન્દ્રબિંદુ સાથે અંજાર પંથકની કંટ્રોલ હિલ ફોલ્ટ લાઈન પર ૬ માસ પૂર્વે આવેલા આંચકા બાદ ભૂકંપની શક્યતા જોવા મળી હતી.

જોકે, કંટ્રોલ હિલ ફોલ્ટ  જેવી અન્ય ખામીઓ સાથે ધરતીકંપની પ્રવૃત્તિ દેખાતી નથી, આમ આ પ્રદેશમાં ધરતીકંપના સંકટના અંદાજ અને શમનના કાર્યને વૈજ્ઞાનિક રીતે જટિલ પ્રક્રિયા બનાવે છે. પરંતુ ટૂંકા સમયમાં આફ્ટરશોકની સંખ્યમાં વધારો કચ્છના પેટાળમાં સસળવડાટની ક્રિયા સક્રિયપણે થઈ રહ્યાનું તારણ સામે આવી રહ્યું છે.

અલબત્ત વર્તમાન સમયમાં આવતા આંચકા ખાસ અનુભવ કરતા હોતા નથી.ભૂંકપ ઝોન ૫માં આવતા કચ્છ પંથકમાં આફટરશોકની સંખ્યામાં અવિરત વધારો થઈ રહ્યો છે. ભચાઉથી ૯ કિલોમીટર દૂર કેન્દ્રબિંદુ ધરાવતો ૩ની તિવ્રતાનો ધરતીકંપનો વધુ એક આંચકો રેક્ટર સ્કેલ પર નોંધાયો હતો. સક્રિય બનેલી વાગડ ફોક્ટલાઈનમાં એક જ સપ્તાહમાં ધરા ધ્રુજવાની આ ત્રીજી ઘટના નોંધાઇ છે. તો બે દિવસ પૂર્વે ભારત- પાકિસ્તાન સરહદ નજીક લખપતથી ૬૩ કિલોમીટર દૂર સિંધ પ્રાંતમાં કેન્દ્રબિંદુ ધરાવતો ૩.૪નો આંચકો આવ્યો હતો. જેની અસર કચ્છમાં પણ થઈ હતી.