સાબરમતીમાં ઠલવાતા કેમિકલયુક્ત પાણીને લઇને ગ્યાસપુરના સ્થાનિકોએ યોજી રેલી

અમદાવાદ : ગ્યાસપુર ગામના રહીશોએ આજે તેમના ગામે ભેગા મળી ડીજે સાથે શાસ્ત્રી બ્રિજ સુધી રેલી કાઢી ધરણા કરી વિરોધ નોંધાવ્યો. જ્યાં મંડપ બાંધીને વિરોધ માટે તમામ તૈયારી કરાઈ હતી. પોલીસ મંજૂરી સાથે રાખવામાં આવેલ આ વિરોધ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા. જ્યાં ગ્રામજનોએ પ્રદુષણથી લોકોને બચાવવા માટે ધરણા કર્યા. તો સાબરમતી નદીમાં પ્રદુષણ ઘટાડવા માટે ગ્રામજનો રસ્તા પર આવ્યા. અને નવી ડમ્પિંગ સાઇટના લીધે લોકોને પડતી તકલીફ તેમજ ચામડી સહિતની બીમારી વધી રહી હોવાના આક્ષેપ કરી તેને દૂર કરવા માંગ કરી.

ગ્રામજનોએ પણ આક્ષેપ હતો કે શહેરમા નદીમાં નાખવામાં આવતા કેમિકલ પાણીના લીધે પ્રદુષણ વધી રહ્યું છે. જે પાણીમાંથી ખેતી થતા આરોગ્યને નુકશાન થઈ રહ્યું છે. તેમજ ૧/૩ જમીન ખેડૂતોને નથી ફળવાય તે ફાળવવામાં આવે તેવી પણ માંગ સાથે જ રસ્તા સહિત પ્રાથમિક સમસ્યાને લઈને ગ્રામજનોએ નારાજગી વ્યક્ત કરી હતી. પોલીસ પરવાનગી સાથે કાર્યક્રમ યોજવામાં આવતા મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. જે કાર્યક્રમમાં ગ્રામજનો સાથે પર્યાવરણવિદ પણ જોડાયા હતા.

પર્યાવરણવિદે જણાવ્યું કે અગાઉ હાઇકોર્ટની ફિટકાર છતાં પણ ભ્રષ્ટ અધિકારીઓ કામ નથી કરતા. જેઓ લાખો લોકોના આરોગ્ય સામે સવાલો છતાં પણ અધિકારીઓ ખિસ્સા ભરવામાં વ્યસ્ત હોવાના આક્ષેપ કર્યા. જ્યાં હાજર ગ્રામજનોએ જો આજના વિરોધથી સમસ્યાનો કોઈ નિકાલ નહિ આવે તો આગામી દિવસમાં કોર્પોરેશનની ઓફિસનો ઘેરાવ કરીને ઉગ્ર આંદોલન કરવા ચીમકી ઉચ્ચારી હતી. અમદાવાદ  શહેરના છેવાડે આવેલ ગ્યાસપુર ગામ જ્યાના રહીશો પ્રાથમિક સુવિધાથી વંચિત છે. પણ તેનાથી પણ મોટી બાબત કઈંક અલગ છે. અને તે છે ડંપિંગ સાઈટ પરથી તેમના ગામ પાસે ઠાલવવામાં આવતો કચરો, સાબરમતી નદીમાં છોડવામાં આવતું કેમિકલ યુક્ત પાણી કે જેમાંથી ખેતી થાય છે અને પ્રદુષણ પણ થાય છે. તેમજ ૧/૩ જમીનનો ભાગ ખેડૂતને આપવાનો હતો તે નહિ અપાતા આજે તે લોકોએ આ તમામ પ્રશ્નોને લઈને વિરોધ નોંધાવ્યો.