ઉદ્યોગ સાહસિકોના ગ્લોબલ નેટવર્ક એવા TiE અમદાવાદના પ્રેસિડન્ટ તરીકે જૈમિન શાહ નિયુક્ત, વિનીત પારીખ વાઇસ પ્રેસિડન્ટ, પાર્થ દેસાઈ ઓનરરી સેક્રેટરી
અમદાવાદ: ધ ઇન્ડસ એન્ટરપ્રિનીયોર(TiE),ઉદ્યોગ સાહસિકોના વૈશ્વિક નેટવર્કના ભાગ એવા TiE અમદાવાદ ચેપ્ટરમાં 2026–2028 કાર્યકાળ માટે નવી નેતૃત્વ ટીમની જાહેરાત કરવામાં આવી છે, ટાઇ અમદાવાદએ અમદાવાદ શહેરની ઉદ્યોગસાહસિકતાની ઇકોસિસ્ટમમાં નવી ઉર્જા અને દિશા લાવવાની સતત કાર્યરત છે. આ ટાઇ અમદાવાદ સંસ્થાના પ્રેસિડન્ટ તરીકે દેવ ઇન્ફોર્મેશન ટેકનોલોજી લિમીટેડના મેનેજીંગ ડિરેકટર અને સીઇઓ જૈમીન શાહને નિયુક્ત કરવામાં આવ્યા છે.
અનુભવી ઉદ્યોગસાહસિક અને ટેક્નોલોજી દ્રષ્ટા તરીકે જૈમિન શાહે ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને ઇનોવેશનને આગળ ધપાવતાં અનેક વ્યાપારોને સફળતાપૂર્વક વિકસાવ્યા છે. તેમની આગેવાની હેઠળ TiE અમદાવાદ ‘એન્ટ્રપ્રિન્યોરિયલ સ્પિરિટ’, ઇનોવેશન-ડ્રિવન ગ્રોથ અને સ્ટાર્ટઅપ સ્કેલિંગ માટે વધુ મજબૂત પ્લેટફોર્મ ઊભું કરવાની દિશામાં આગળ વધશે. તેઓ ફાઉન્ડર્સને સશક્ત બનાવવા, મેન્ટરશિપ નેટવર્કને વિસ્તૃત કરવા અને ગ્લોબલ કનેક્ટિવિટી વધારવા પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરશે.

નવી નિયુકત થયેલી લીડરશિપ ટીમમાં વિનીત પરીખ ને વાઇસ પ્રેસિડન્ટ તરીકે નિમવામાં આવ્યા છે. તેઓ પાઈમા કંટ્રોલ્સ પ્રા. લિ.ના મેનેજિંગ ડિરેક્ટર છે અને ઉદ્યોગ ક્ષેત્રમાં તેમની વ્યૂહાત્મક સમજ તથા ઓપરેશનલ એક્સેલન્સ માટે જાણીતા છે. તેમની ભૂમિકા સ્ટાર્ટઅપ્સને ઇન્ડસ્ટ્રી કનેક્ટ, માર્કેટ એક્સેસ અને સ્કેલ-અપ તકો પ્રદાન કરવામાં મહત્વપૂર્ણ રહેશે.

તે જ રીતે, પાર્થ દેસાઇ ને ઓનરરી સેક્રેટરી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. શુભ લાભ કન્સલ્ટંસીમાં ડિરેક્ટર તરીકેના તેમના વ્યાપક એડવાઇઝરી અને કન્સલ્ટિંગ અનુભવથી TiE અમદાવાદના સ્ટ્રેટેજિક પ્લાનિંગ, ગવર્નન્સ અને પ્રોગ્રામ એક્ઝિક્યુશનમાં મજબૂતી આવશે. તેઓ નીતિગત પહેલો, સ્ટાર્ટઅપ એન્ગેજમેન્ટ અને ઓર્ગેનાઇઝેશનલ ઇફિશિયન્સી વધારવામાં મુખ્ય ભૂમિકા ભજવશે.
આ પ્રસંગે ટાઇ અમદાવાદના નવનિયુક્ત પ્રેસિડેન્ટ જૈમિન શાહે જણાવ્યું કે, “TiE અમદાવાદનું નેતૃત્વ કરવું મારા માટે ગૌરવની વાત છે. અમે એક વધુ સશક્ત, સમાવેશક અને ઇનોવેશન-ડ્રિવન ઉદ્યોગસાહસિક ઇકોસિસ્ટમ નિર્માણ કરવા પ્રતિબદ્ધ છીએ—જ્યાં ફાઉન્ડર્સને યોગ્ય માર્ગદર્શન, કેપિટલ એક્સેસ અને ગુણવત્તાપૂર્ણ નેટવર્કિંગ તકો મળી રહે. આપણું લક્ષ્ય ‘આઈડિયા થી ઇમ્પેક્ટ’ સુધીની સફરને વધુ સુગમ બનાવવાનું છે.”
TiE અમદાવાદ, મેન્ટોરિંગ, નેટવર્કિંગ, એડ્યુકેશન, ફંડિંગ અને ઇન્ક્યુબેશન જેવા પાંચ મુખ્ય સ્તંભ પર કાર્ય કરે છે, જે સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમને સસ્ટેનેબલ રીતે આગળ ધપાવે છે. નવી લીડરશિપ હેઠળ સંસ્થા વધુ એક્સેલરેશન પ્રોગ્રામ્સ, ઇન્વેસ્ટર કનેક્ટ પ્લેટફોર્મ્સ અને ઇન્ડસ્ટ્રી-અકેડેમિયા કોલેબોરેશનને પ્રોત્સાહન આપશે.
નવી એક્ઝિક્યુટિવ ટીમ 2026–2028 માટે સત્તાવાર રીતે કાર્યભાર સંભાળશે અને સ્ટાર્ટઅપ્સ, રોકાણકારો અને ઉદ્યોગ નેતાઓ વચ્ચે સહયોગ વધારીને ગુજરાતને એક ગ્લોબલ એન્ટ્રપ્રિન્યોરશિપ હબ તરીકે ઉભું કરવાની દિશામાં કાર્ય કરશે.











