કોરોના વાઇરસનો નવો સ્ટ્રેન હજી બેકાબૂ થયો નથીઃ ડબલ્યુએચઓ

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના ઇમર્જન્સ ડિપાર્ટમેન્ટના ચીફ માઇકલ રેયાને એક પ્રેસ-કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે ‘અમે કોરોના મહામારી દરમિયાન ઘણાં સ્થળોએ સંક્રમણનો દર વધારે જાેવા મળ્યો છે. અને આપણે એના પર કાબૂ પણ મેળવ્યો છે.’ તેમણે ઉમેર્યું, “જાે આ રીતે જાેવામાં આવે તો પરિસ્થિતિ નિયંત્રણની બહાર નથી, પરંતુ કેટલાંક પગલાં લીધાં વિના એને એમ જ છોડી શકાય નહિ.” રેયાને કહ્યું હતું કે હાલના સમયમાં કોરોનાથી બચવા માટે આપણી પાસે જે પગલાં છે એ યોગ્ય ઉપાય છે.

અહીં ધ્યાન આપતી વાત એ છે કે આ પહેલાં બ્રિટનના આરોગ્ય સચિવ મેટ હેંકોકે દાવો કર્યો હતો કે કોરોના વાઇરસનું આ નવું સ્વરૂપ નિયંત્રણની બહાર છે. જણાવીએ કે વાઇરસનું આ નવું સ્વરૂપ ૭૦ ટકા વધુ સંક્રમણ ફેલાવનારું છે.