ગોરેગાંવમાં એક સ્ટૂડિયોમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડની ૮ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી

મુંબઈના ગોરેગાંવ વિસ્તારમાં મંગળવારે એક સ્ટૂડિયોમાં ભીષણ આગ લાગી હોવાના સમચાર પ્રકાશમાં આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે, આ સ્ટૂડિયો ગોરેગાંવ લિંક રોડ પર આવલી ઈનઓર્બિટ મોલ નજીક આવેલ છે. સ્ટૂડિયોમાં આગ લાગવાના સમાચારથી આસપાસના વિસ્તારમાં અફરતફરીનો માહોલ સર્જાયો હતો. ફાયર બ્રિગેડની ૮ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. ગોરેગાંવમાં એક સ્ટૂડિયોમાં આગ લાગી હતી. આ ઘટનામાં કોઈ જાનહાની થઈ હોવાની માહિતી નથી. મળતી માહિતી મુજબ આ આગ શોર્ટ સર્કિટના પગલે લાગી હતી.

જણાવી દઈએ કે મુંબઈના ગોરેગાંવ વિસ્તારમાં દેશના જાણીતા ફિલ્મ સ્ટૂડિઓ આવેલા છે. જેમાં ફિલ્મ સિટી, ફિલ્મિસ્તાન સ્ટૂડિયો પણ સામેલ છે. જાણીતા ટીવી શો ધ કપિલ શર્મા શો, કૌન બનેગા કરોરપતિ, બિગબોસ૧૪નું શૂટિંગ પણ ગોરેગાંવના આ સ્ટૂડિયોમાં કરવામાં આવે છે.

સપ્ટેમ્બર ૨૦૧૯માં આ વિસ્તારમાં ફિલ્મિસ્તાન સ્ટૂડિયોમાં ભીષણ આગ લાગી હતી. જેમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું. આ આગ ફિલ્મ કુલ નંબર.૧ના સેટ ઉપર લાગી હતી. પરંતુ ખુશનસીબે આ ઘટનામાં પણ કોઈ જાનહાની થઈ ન હતી.