પૂણેમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટમાં આગ લાગતા અફડાતફડીઃ ૫ના મોત

છ લોકોને રેસ્ક્યુ કરી બચાવાયા, આગ સીરમ ઇન્સ્ટિટ્યૂટના નિર્માણધીન બિલ્ડિંગમાં લાગી હતી જેથી વેક્સિનના ઉત્પાદન પર કોઇ અશર થવાની શક્યતા નથી, મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આપ્યા તપાસના આદેશ

પૂણેની વેક્સિન બનાવતી કંપની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાની એક બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી, મળતી માહિતી અનુસાર આ આગને કાબૂમાં લઈ લેવામાં આવી છે, પરંતુ તાજેતરની માહિતી પ્રમાણે આ આગમાં ૫ લોકોના મોત થયાની જાણકારી સામે આવી છે. ૬ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. સીરમના પ્લાન્ટમાં આગ લાગી હોવાના અહેવાલને પગલે પ્લાન્ટની અંદર અફરાતફરી ફેલાઈ ગઈ હતી. સૂત્રોના મતે સીરમ ઈન્સ્ટિટ્યૂટના એક નિર્માણાધીન બિલ્ડિંગમાં આગ લાગી હતી જેને પગલે કોરોના વેક્સિનના ઉત્પાદન પર પ્રતિકૂળ અસર થવાની શક્યતા નથી. આગ લાગવાનું કારણ હજી સુધી જાણવા મળ્યું નથી.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે જાણકારી મુજબ આગ કાબૂમાં છે, તેમણે કહ્યું કોવિડ વેક્સીનના યૂનિટમાં આગ નહોતી લાગી. મે કલેક્ટર અને નગર નિગમના આયુક્ત સાથે વાત કરી છે આગ કાબૂમાં છે. છ લોકોને બચાવાયા છે. આગ લાગવાના કારણો અંગે તપાસ કરવામાં આવશે.

પહેલાં જીૈંૈંના ઝ્રઈર્ં અદાર પૂનાવાલાએ સોશિયલ મીડિયામાં કહ્યું હતું કે આગથી કોઈ જાનહાની થઈ નથી. બાદમાં મોતની સુચના મળતા તેઓએ દુઃખ વ્યક્ત કર્યું છે. તેઓએ કહ્યું કે દુર્ભાગ્યથી કેટલાંક લોકોના જીવ આ દૂર્ઘટનામાં ગઈ છે. જેનું અમને ઘણું જ દુઃખ છે.

સિરમ ઇન્સ્ટિટયૂટના બીજા માળે આગ લાગી હતી. ફાયરની ૧૪ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. પૂણેના સિરમ ઇન્સ્ટિટ્યૂના બીજા માળે આગનો બનાવ બન્યો છે. સદનસીબે જ્યાં કોરોના વેક્સિન બને છે તે પ્લાન્ટ સલામત હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. આ આગ સીરમના નવા પ્લાન્ટમાં લાગી છે.

મહારાષ્ટ્રના પૂણેની મંજરી સ્થિત સીરમ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ઇન્ડિયાના નવા પ્લાનમાં આગનો બનાવ બન્યો હતો. ૩૦૦ કરોડના ખર્ચે બનેલ આ પ્લાનટ કોરોના વેક્સિન કોવશિલ્ડનું મોટા પાયે પ્રોડ્‌કશન કરવાની યોજના છે. ગત વર્ષે કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડોકટર હર્ષવર્ધને આ પ્લાન્ટનું ઉધ્ધાટન કર્યું હતું, પરંતુ આ પ્લાન્ટમાં હાલ વેક્સિનનું ઉત્પાદન શરુ કરવામાં આવ્યું નથી.

સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા પુણે ખાતે કોરોના વેક્સિન કોવીશીલ્ડ બનાવવામાં આવી રહી છે. જેની, ભારત સહીત દુનિયાના અનેક દેશોમાં મોકલવામાં આવી રહી છે.