પંચમહાલ ખાતે હાલોલ જીઆઇડીસી વિસ્તારની એક કંપનીમાં આગ લાગી

પંચમહાલ જીલ્લાના હાલોલમાં આવેલી જીઆઇડીસીની રંગીલા ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ત્યારે આ ઘટનાને પગલે ફાયર ફાયટરની ટિમેં ઘટના સ્થળે પહોચીને આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે આ આગને કારણે કંપનીનું મશીન બળીને ખાખ થઈ ગયું હતું.

હાલોલ જીઆઇડીસી પનોરમાં ચોકડી વિસ્તારમાં આવેલ રંગીલા ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં કોઈ કારણોસર આગે દેખા દિધી હતી આગમાં કંપનીનું મશીન બળીને ખાખ થઈ જવા પામ્યું હતું. જોકે આગ એટલી વિકરાળ હતી કે દુર દુર સુધી આગના ગોતેગોટા દેખાતા હતા આગ લાગતા ઘટના સ્થળે અફરાતફરી નો માહોલ સર્જાયો હતો અને ઘટના સ્થળે લોકટોળા ઉમટી પડ્યા હતા આગ લાગવાની  જાણ હાલોલ ફાયર ફાયટરને કરાતા તાત્કાલિક ઘટના સ્થળે ફાયર ફાયટરની ટિમેં આવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કર્યા હતા અને આગ પર ભારે જહેમત બાદ કાબુ મેળવ્યો હતો.