કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષતામાં સિધ્ધપુર પ્રાંત ઓફીસ ખાતે સમીક્ષા બેઠક યોજાઇ
પાટણ: કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષતામાં સિધ્ધપુર પ્રાંત ઓફીસ ખાતે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. જેમાં સિધ્ધપુર તાલુકા વિસ્તારના અગત્યના પ્રશ્નોનો ઉકેલ આવે તે માટે સવિસ્તાર બેઠકમાં ચર્ચા થઈ હતી
આ પ્રસંગે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે બેઠકમાં રોડ અને રસ્તાઓ, રાહત દરના પ્લોટ, રમતગમતનું મેદાન, ગ્રામહાટ અને નગરપાલિકાના પ્રશ્નોનો ઉકેલ આવે તે માટે સંબધિત અધિકારીઓને સૂચવ્યું હતું. આ અંગે ચોક્કસ રોડ મેપ બનાવી કાર્ય કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.
સમીક્ષા બેઠકમાં સિદ્ધપુર નગરપાલિકા પ્રમુખ અનિતાબેન પટેલ, જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયન, ઉપરાંત અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.