જમ્મુ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવ્યાને આજે ૪ વર્ષ પૂર્ણ થયા, ૮ ઓગસ્ટે SCમાં ફરી સુનાવણી

નવીદિલ્હીઃ જમ્મુ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવ્યાને આજે ૪ વર્ષ પૂર્ણ થયા છે. વર્ષ ૨૦૧૯માં, ૫ ઓગસ્ટના રોજ ગૃહ પ્રધાન અમિત શાહે સંસદમ જમ્મુ-કાશ્મીરમાંથી ૩૭૦ હટાવવાની જાહેરાત કરી હતી. આ અનુચ્છેદ જમ્મુ અને કાશ્મીર રાજ્યને વિશેષ દરજ્જો આપતો હતો. કલમ ૩૭૦ નાબૂદ કરવાની ચોથી વર્ષગાંઠની પૂર્વસંધ્યાએ, પીડીપીના ઘણા નેતાઓની પોલીસે કથિત રીતે અટકાયત કરી હતી.

પીડીપી આજે શ્રીનગરમાં રેલીન આયોજન કરવા માંગતી હતી, જેના માટે ડીજીપીએ મંજૂરી આપી ન હતી. બીજી તરફ, ચાર વર્ષ બાદ સુપ્રીમ કોર્ટ કલમ ૩૭૦ હટાવવાના કેન્દ્રના નિર્ણયને પડકારતી અરજીઓ પર સુનાવણી કરી રહી છે. ગુરૂવારે, સુનાવણીના બીજા દિવસે, ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) ડી વાય ચંદ્રચુડની આગેવાની હેઠળની ૫ જોની બંધારથીય બેન્ચે પૂછ્યું કે બંધારણ સભાના ગેરહાજરીમાં જોગવાઈને કેવી રીતે હટાવી શકાય? આ કેસની સુનાવણી ૮ ઓગસ્ટે ફરી શરૂ થશે. જમ્મુ અને કાશ્મીર માટેકલમ ૩૭૦નો મુસદ્દો કોણે તૈયાર કર્યો?.. જે જણાવીએ તો, કલમ ૩૭૦ ભારતીય બંધારણના ભાગ XXIમાં ટેમ્પરરી, ટ્રાન્સફોર્મેટિવ એન્ડ સ્પેશિયલ પ્રોવિઝન્સ’ નામ હેઠળ તૈયાર કરવામાં આવી હતી.

લો કોર્નરના જણાવ્યા મુજબ, ડૉ. બીઆર આંબેડકરે કાશ્મીર માટે અનુચ્છેદ ૩૭૦નો મુસદ્દો તૈયાર કરવાનો ઇનકાર કર્યા પછી, તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નેહરૂએ તેમની કેબિનેટના સભ્ય, એન. ગોપાલસ્વામી આયંગર આ કામ કરવા માટે કહ્યું હતું. કલમ ૭૭૦ નાબૂદ કરવાથી અસરો શું છે.. જે જણાવીએ તો, અનુચ્છેદ ૩૭૦ જમ્મુ અને કાશ્મીરને રક્ષા, વિદેશી બાબતો અને સંદેશાવ્યવહાર સિવાયના તમામ મુદ્દાઓ પર તેનું પોતાનું બંધારણ, અલગ ધ્વજ અને સ્વતંત્રતાની મંજૂરી આપે છે.

ભારત સરકારના જણાવ્યા અનુસાર, કલમ ૩૭૦ હટાવ્યા બાદ જમ્મુ અને કાશ્મીર અને લદાખના કેન્દ્રશાસિત પ્રદેશો રાષ્ટ્રની મુખ્ય ધારામાં સંપૂર્ણ રીતે જોડાઈ ગયા છે. પરિણામે, ભારતના બંધારણમાં સમાવિષ્ટ તમામ અધિકારો અને તમામ કેન્દ્રીય કાયદાઓનો લાભ જે દેશના અન્ય નાગરિકોને મળતો હતો, તે હવે જમ્મુ-કાશ્મીર અને લદાખના નાગરિકો માટે ઉપલબ્ધ છે.

રામ મંદિર ભૂમિ પૂજનની આજે ત્રીજી વર્ષગાંઠ. જે જણાવીએ તો, ૯ નવેમ્બર, ૨૦૧૯ના દિવસે સુપ્રીમ કોર્ટે અયોધ્યા જમીન વિવાદ પર હિંદુ પક્ષની તરફેણમાં ચુકાદો સંભાવ્યો હતો. તેની સાથે જ પ ફેબ્રુઆરી, ૨૦૨૦ના દિવસે વડાપ્રધાન મોદીએ શ્રી રામ જન્મ ભૂમિ તીય ક્ષેત્રે ટુર્સ્ટ બનાવવાની જાહેરાત કરી હતી. આજથી ૩ વર્ષ પહેલા ૫ ઓગસ્ટ, ૨૦૨૦ના રોજ ભવ્ય રામ મંદિર નિમાણ માટે ભૂમિ પૂજર કરીને મંદિરની આધાર શિલા મૂકવામાં આવી હતી. છેલ્લા ૩ વર્ષમાં રામ મંદિરનું નિર્માણ કાર્ય ઝડપથી ચાલ્યું છે. જેને કારણે રામ મંદિરનું પ૦ ટકા કામ પૂર્ણ થયું છે. હવે જાન્યુઆરી ૨૦૨૪માં રામલ્લાની મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થશે.