ડિજિટલ બર્થ સર્ટિફિકેટનો રસ્તો સાફ, લોકસભાએ મંજૂર કર્યું બિલ, જાણો તેનાથી શું બદલાશે

જન્મ અને મૃત્યુ રજીસ્ટેશન (સુધારો) બિલ, ૨૦૧૩ લોકસભા દ્વારા પસાર કરવામાં આવ્યું છે. રાજ્યસભામાં તેને મંજૂરી મળતા જ તે કાયદાનું સ્વરૂપ લેશે. આ સાથે ડિજિટલ જન્મ પ્રમાણપત્ર શરૂ કરવામાં આવશે. – સરળતાથી ઉપલબ્ધ થશે, જે શાળા પ્રવેશથી લઈને સરકારી અરજીઓમાં ઉપયોગી થશે. આ બિલને મંજૂરી મળતાં જ સગીર વયના બાળકોની નોંધણીની પરંપરાનો પણ અંત આવશે. જન્મ અને મૃત્યુ નોંધણી (સુધારા) બિલ ૨૦૨૩ ૧૯૬૯માં બનેલા બિલમાં સુધારો કરવાના હેતુથી રજૂ કરવામાં આવ્યું છે. જન્મ અને મૃત્યુની નોંપણી સમવર્તી સૂચિ હેઠળ આવે છે. તે સંસદ અને રાજ્ય વિધાનસભાઓને આ વિષય પર કાયદો બનાવવાની સત્તા આપે છે.

કેટલું બદલાશે? તે જણાવીએ તો, આ ડિજિટલ સીઝન ભવિષ્યમાં ખૂબ જ ઉપયોગી થવાનું છે. આનાથી બહુવિધ દસ્તાવેજોની જરૂરિયાત ઘટશે. પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે બાળકના જન્મ પ્રમાણપત્રને માતા પિતાના આધાર કાર્ડની વિગતો સાથે લિંક કરવામાં આવશે. આ ડેટા હોસ્પિટલો સહિત લગભગ તમામ સરકારી વિભાગનો પાસે ઉપબ્ધ હશે, જૈનો તેઓ જરૂર પડશે ઉપયોગ કરી શકશે.

કેન્દ્રિય ડેટા બેઝ બનશે.. તે જણાવીએ તો, સરકાર જન્મ અને મૃત્યુના કોર્ડનું સંચાલન કરવા માટે કેન્દ્રિય ડેટા બેઝ બનાવશે. આ માટે એક અલગ ટીમ બનાવવામાં આવશે, જે તેનું સંચાલન જોશે. આ કેન્દ્રીય ટીમ નેશનલ પોપ્યુલેશન રજીસ્ટર રાશન કાર્ડ અને પ્રોપર્ટી ૨જીસ્ટેશનનો ડેટા પણ અપડેટ કરશે, બિલમાં એવો પણ પ્રસ્તાવ છે કે રાજ્યો સેન્ટ્રલ સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમ પોલ પર જન્મ અને મૃત્યુની નોંધણી કરશે અને ભારતના રજિસ્ટર જનરલ સાથે ડેટા શેર કરશે, તેને ફરજિયાત બનાવવાનો પ્રસ્તાવ પણ ખરડામાં મૂકવામાં આવે છે..

ડેટાબેઝ કેટલો ફાયદાકારક રહેશે તે જણાવીએ તો, કેન્દ્ર સરકારનું માનવું છે કે, કેન્દ્રીય ડેટાબેઝમાંથી માહિતીનું એક વિશ્વસનીય કેન્દ્ર હશે, જે કામને પણ સરળ બનાવશે. વહીવટી કાર્યક્ષમતા પણ વધવાની અપેક્ષા છે. સિંગલ ડિજિટલ જન્મ પ્રમાણપત્ર શાળા પ્રવેશે, પાસપોર્ટ, સરકારી નોકરી વગેરેમા ઉપયોગી એક મહત્વપૂર્ણ દસ્તાવેજ સાબિત થશે. તેનું વેરિફિકેશન પણ ખૂબ જ સરળ રહેશે. કાર્યો કરવામાં આવે છે. આ પ્રયાસ નાગરિક સુવિધા સુધારો કરવામાં મદદરૂપ સાબિત થશે.

બિલને લઈને ચિંતા પણ ઓછી નથી.. જેાઇએ તો, બિલને લઈને કેટલીક ચિંતાઓ પણ સામે આવી છે. ઉદાહરણ તરીકે, ભારત હજુ પણ ગામડામાં વસે છે. બાળકો ત્યાં જન્મે છે. જાગૃતિના અભાવે નવજાત શિશનું પ્રમાણપત્ર ન બને તો તેને શાળા જવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી શકયતા છે. આ શિક્ષાના મૂળભૂત અધિકારનું સાધન છે. ગોપનીયતાના અધિકારની જેમ મારે કેટલાક જોખમી પણ હશે. આ બિલને કારણે ગોપનીયતાના અધિકાર અને શિક્ષણ અધિકાર જેવા બંધારણીય અધિકારોને લઈને પણ સંઘર્ષની સ્થિતિ સર્જાઈ રહી છે. ટીકાકારો એવો પણ દાવો કરી રહ્યા છે કે ડિજિટલ બર્થ સર્ટિફિકેટ તે વ્યક્તિઓને ઘણી સુવિધાઓથી વંચિત કરશે, જેમની પહોંચ હજુ ડિજિટલ પ્લેટફોર્મથી હજી દૂર છે.