શ્રીકાંત ત્યાગીની પત્ની અનુ ત્યાગી વૃક્ષ લગાવવા પહોંચતા સ્થાનિક લોકોએ વિરોધ કર્યો

દિલ્હીથી જોડાયેલ નોઇડાની ગ્રૈંડ ઓમેકસ સોસાયટીમાં એકવાર ફરી હંગામો થયો છે.શ્રીકાંત ત્યાગીની મહિલાથી બદતમીજી કર્યા બાદ હવે તેની પત્નીના કારણે ઓમેકસ સોસાયટી બીજીવાર ચર્ચામાં આવી ગઇ છે. શ્રીકાંત ત્યાગીની પત્ની અનુ ત્યાગીએ પાર્કમાં લગાવવા માટે વૃક્ષ મંગાવ્યા હતાં પરંતુ સોસાયટીના લોકોએ તેના વૃક્ષ લગાવવાાનો વિરોધ શરૂ કર્યો છે.

હંગામો વધ્યા બાદ નોઇડા પ્રાધિકરણના અધિકારી પણ અનુ ત્યાગીથી વાત કરવા પહોંચ્યા હતાં માહિતી અનુસાર ત્યાગી સમાજના લોકો સોસાયટીમાં વૃક્ષ લગાવવા માટે પહોંચ્યા હતાં જેનો અહીં રહેનારા લોકોએ વિરોધ કર્યો હતો જો કે પ્રાધિકરણ અને પોલીસના સમજાવ્યા બાદ ત્યાગી સમાજના લોકો પાછા ફર્યા હતાં.માહિતી અનુસાર શ્રીકાંત ત્યાગીના ધરની બહાર તેમની પત્ની વૃક્ષ લગાવવાનું શરૂ કર્યું હતું   આથી સોસાયટીમાં રહેતા લોકોએ તેનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે આ મોટા મોટા વૃક્ષ શ્રીકાંતની પત્ની અનુ ત્યાગી લગાવી રહી છે.

લોકોનું કહેવુ છે કે તેનો વિરોધ કરવા અને શાસનથી ફરિયાદ કરવા પર પણ તેમણે કોઇ કાર્યવાહી કરવાનો ઇન્કાર કરી દીધો સોસાયટીના નિયમો અનુસાર કોમન એરિયામાં વૃક્ષ લગાવી શકાતા નથી વૃક્ષ લગાવવાની વીડિયો સોશલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. એ યાદ રહે કે જે વૃક્ષને હટાવવાને લઇને શ્રીકાંત ત્યાગીએ એક મહિલાની સાથે અભદ્રતા કરી હતી તેજ પાર્કમાં બીજીવાર વૃક્ષ લગાવવા માટે શ્રીકાંતની પત્ની અનુ ત્યાગીએ વૃક્ષ મંગાવ્યા હતાં સોસાયટીના દરવાજા પર ગાડીઓમાં વૃક્ષ જોતા સોસાયટીના લોકો ગુસ્સે થઇ ગયા અને વિરોધ કરવા લાગ્યા ત્યારબાદ ઘટના પર પોલીસે કોઇ રીતે સોસાયટીના લોકોને શાંત કર્યા હતાં.

માહિતી મળતા જ નોઇડા પ્રાધિકરણના અધિકારી પણ સોસાયટીમાં પહોંચી ગયા હતાં અને અનુ ત્યાગી અને સોસાયટીના લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો સોસાયટીના નિવાસી અને અનુ ત્યાગી બન્ને જ મીડિયાથી વાત કરવાનો ઇન્કાર કરી દીધો છે જો કે ઓફ કેમેરા અનુ ત્યાગીએ કહ્યું કે ત્યાગી સમાજના લોકો અહીં વૃક્ષ લગાવવા માટે પહોંચ્યા હતાં પ્રાધિકરણ અને પોલીસે ૨૪ કલાકનો સમય માંગ્યો હતો આથી આ વૃક્ષ પાર્કમાં લગાવવા માટે મંગાવવામાં આવ્યા હતાં જયારે બધાના ઘરોની સામે વૃક્ષ લગાવી શકીએ છીએ તો અમારા ઘરની સામે કેમ ન લગાવી શકીએ