Weather Update: આગામી બે થી ત્રણ દિવસમાં તાપમાનનો પારો ૩૭ ડિગ્રી સુધી જશે

અમદાવાદ: ગુજરાતમાં ધીમે ધીમે ઉનાળો જામી રહી છે. રાજ્યના અનેક શહેરોના મહત્તમ તાપમાન લગભગ ૩૫ ડિગ્રી સુધી પહોંચી રહ્યા છે. એમાં પણ હોળી સુધીમાં તાપમાનનો પારો વધુ ૪થી ૫ ડિગ્રી ઉંચકાઈ શકે છે. અમદાવાદમાં હાલ ૩૪ ડિગ્રી જેટલું મહત્તમ તાપમાન રહે છે. ત્યારે આગામી બે થી ત્રણ દિવસ સુધીમાં આ પારો ૩૭ ડિગ્રી સુધી જઈ શકે છે. જ્યારે હોળી આસપાસ ૪૦ ડિગ્રી સુધી તાપમાન જઈ શકે છે.

રાજ્યમાં હાલ મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. સવારે ઠંડો પવન હોય છે અને બપોર સુધીમાં આકરી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે આગામી દિવસોમાં ગરમી વધુ દઝાડે તેવી આશંકા છે. આજથી જ રાજ્યમાં ગરમીનો પ્રકોપ જાવા મળશે. આજથી તાપમાન ૨થી ૩ ડિગ્રી વધવાની આગાહી છે. અમદાવાદમાં તાપમાનનો પારો ૩૮ ડિગ્રી સુધી પહોંચી શકે છે. મોટાભાગના શહેરોમાં તાપમાન ૩૪ ડિગ્રી પાર નોંધાયું છે. રાજ્યના ૫ શહેરોમાં તાપમાન ૩૫ ડિગ્રીથી વધુ નોંધાયું છે. ૧૩ શહેરોમાં તાપમાન ૩૪ ડિગ્રીને પાર પહોંચ્યું છે. તો રાજકોટ અને સુરેન્દ્રનગરમાં સૌથી વધુ ૩૫.૭ ડિગ્રી તાપમાન નોંધાયું છે.

હવામાન વિભાગની વાતાવરણ અંગે આગાહી આવી ગઈ છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું કે, હાલ તાપમાન સામાન્ય કરતા ઓછું નોંધાઈ રહ્યું છે. આવતીકાલથી તાપમાન ૨ થી ૩ ડિગ્રી વધી શકે છે. આગામી દિવસોમાં અમદાવાદમાં તાપમાનનો પારો ૩૮ ડિગ્રી સુધી પહોંચી શકે છે. તો રાજ્યમાં પાવનની દિશા ઉત્તર પશ્ચિમથી ઉત્તર તરફની છે. ૯ શહેરોમાં તાપમાન ૩૪ ડિગ્રીને પાર પહોંચ્યું છે. સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નલિયામાં ૧૪ ડિગ્રી નોંધાયું છે. તો સૌથી વધુ મહત્તમ તાપમાન સુરતમાં ૩૫.૨ ડિગ્રી નોંધાયું છે.

આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી આવી ગઈ છે. આગામી દિવસોમાં કાળઝાળ ગરમી પડવાની આગાહી તેમણે કરી છે. અંબાલાલ પટેલે કહ્યું કે, ૨૨ માર્ચ સુધીમાં મધ્ય ગુજરાતનાં ભાગોમાં ૪૨ ડિગ્રી સુધી તાપમાન જઈ શકે છે.

ગુજરાતના મહદ ભાગોમાં ગરમી પડવાની શક્યતા છે. જેમાં કચ્છ, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં વધુ ગરમી પડશે. તો ૧૫ માર્ચથી ક્રમશઃ ગરમી વધતી જશે.  આગાહીકારે વધુમાં કહ્યું કે, દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટÙના ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. પંરતું ૧૭થી ૨૦ માર્ચમાં ફરી એકવાર હવામાન પલટાશે. ૧૭ થી ૨૦ માર્ચે કેટલાક વિસ્તારોમાં વાદળ ઘેરાશે. જા કે આ સમયે મહત્તમ તાપમાના ૪૦થી ૪૧ ડિગ્રી રહેવાની શક્યતા છે.

પૂર્વ ગુજરાતના ભાગોમાં હળવો વરસાદ પડી ભેજ આવવાની શક્યતા છે. એટલુ જ નહિ, હોળીના દિવસે વાદળવાયુ વાતાવરણ રહેશે. આ દિવસોમાં ઉત્તર ગુજરાત, મધ્ય અને પૂર્વ ગુજરાતના ભાગોમાં વાદળવાયુ અને પવન રહેવાની શક્યતા છે. આ સમયે બંગાળાના ઉપસગારમાં હાલચલ રહેવાની શક્યતા છે. અરબી સમુદ્રના ભેજના કારણે ગુજરાતમાં વાદળવાયુ જણાશે. કેટલાક વિસ્તારોમાં બેવડી ઋતુ જણાશે.