અનોખી શુભેચ્છાઃ અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના યુવા કાર્યકર્તા રૂપેન્દ્રસિંહ ઝાલાના જન્મદિવસે વૃક્ષારોપણ થકી અપાઇ શુભેચ્છા

અમદાવાદ: જન્મદિવસની ઉજવણીને લાંબા સમય સુધી યાદગાર કેવી રીતે બનાવી શકાય તે જાણવું હોય તો આ ખૂબ જ પ્રશંસનીય અને આવકાર્ય રીતે ઉજવાયેલો જન્મદિવસ તેનું ઉત્તમ ઉદાહરણ છે.

વિગતે જાણીએ તો અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના નિષ્ઠાવાન અને યુવા કાર્યકર્તા રૂપેન્દ્રસિંહ ઝાલાના જન્મદિવસની 25 જૂનના રોજ ઉજવણી કરવામાં આવી. તેમના જન્મદિવસ નિમિત્તે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના કાર્યકરો દ્વારા વિશેષ રીતે શુભેચ્છા પાઠવવામાં આવી હતી. જેમાં આધુનિકરણ પામેલ બા શ્રી નયના બા મહેન્દ્ર સિંહ જાડેજા આઇએએસ ભવન, અમદાવાદને વધુ સુંદર બનાવવા વધૂ 22 જેટલા વિવિધ વૃક્ષો તેમજ ફૂલ ઝાડ ને રોપાવાનો ઍક વિશિષ્ઠ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. જ્યાં ઉપસ્થિત કાર્યકરો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આમ હરિયાળી શુભેચ્છા પાઠવવા પાછળ પર્યાવરણને વધુ સ્વચ્છ બનાવવાનો રહેલો હતો. આ વિચારને સૌ કોઇ દ્વારા આવકાર અને પ્રશંસા પ્રાપ્ત થઇ રહી છે.

 

કાર્યકર્તાઓ દ્વારા જે 22 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું, તેમાં ડૉ. જયેન્દ્રસિંહ જાડેજાએ આંબો, દિપકસિંહ ઝાલાએ શેવન, ઈન્દુભા રાણાએ ચંપો,  ઇન્દ્રસિંહ ચુડાસમાએ આસોપાલવ, સુમિત્રાબા ગોહિલે  બીલીપત્ર, અનિતાબા ઝાલાએ પારિજાત, વંદનાબા વીરપુરાએ જાસુદ, નીતાબા ગોહિલે ગુલાબ, લીલાબા ગોહિલે રાતરાણી, તારાબા ચુડાસમાએ કેશુડો, ઇન્દ્રસિંહ ઝાલાએ ભાવનગરી જામફળ, દિગુભા ઝાલાએ ચીકુડી, હિતેન્દ્રસિંહ વીરપુરાએ લીંબુડી, પ્રકાશબા ઝાલાએ મનીવેલ, અપરાજિતા, ગીતાબા ઝાલાએ કદમ,  દેવરાજ ગોહિલે મોરપંખ, જટુભા વાઘેલાએ ગુલાબ,  સુખદેવસિંહ ચુડાસમાએ ગુલાબ, રૂપેન્દ્રસિંહ ઝાલાએ અરડુશી,  જીતેન્દ્રસિંહ ગોહિલે મોગરા,  લગધીરસિંહ ઝાલાએ આસોપાલવ અને જયપાલસિંહ ચુડાસમાએ  શ્યામ તુલસીના છોડનું વાવેતર કરવામાં આવ્યું હતુ.

ઉલ્લેખનીય છે કે આ પહેલા દશરથસિંહ જાડેજા, ભરતસિંહ જાડેજા અને બા શ્રી શારદા બા અને સાહેબસિંઘ દ્વારા જે વૃક્ષારોપણ કરવામાં આવ્યું, આ વૃક્ષો હવે મોટા થઈ ગયા છે, તેના ઊપર તેઓના નામો લખવામાં આવશે.