જેને કોરોના થયો હોય તેમને થોડા સમય સુધી સખત પરીશ્રમ કરવાનું ટાળવું જોઈએઃ મનસુખ માંડવિયા

ગુજરાતમાં હાર્ટએટેકથી મોત અંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રીનું મોટું નિવેદન


ભાવનગર: ગુજરાતમાં હાર્ટએટેકથી મોતનો સિલસિલો અટકી નથી રહ્યો. રાજ્યભરમાં યુવાઓ અને આધેડ ઉંમરના લોકોના ચાલતા-ફરતા મોત થઈ રહ્યાં છે. ખાસ કરીને રાજકોટ અને સુરતમાં હાર્ટ એટેકના કિસ્સા ચિંતાજનક રીતે વધી રહ્યાં છે.

યુવાઓ જ હાર્ટએટેકના મુખ્ય શિકાર બની રહ્યાં છે. ત્યારે આ વચ્ચે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેઓએ હાર્ટ એટેકથી સતર્ક રહેવાની સલાહ આપતા જણાવ્યું કે, જેને કોરોના થયો હોય તેમને થોડા સમય સુધી સખત પરીશ્રમ કરવાનું ટાળવું જાઈએ. ICMRના અભ્યાસમાં આ વાત સામે આવી છે. હાર્ટ એટેકના વધતા જતા બનાવો અંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ સલાહ આપી છે.

ભાવનગર આવેલા કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે જે લોકોને કોવિડની ગંભીર બીમારી હતી, તે લોકો ગંભીર કોવિડથી પીડાતા હોય તેઓએ થોડો સમય સખત મહેનત કરવાનું ટાળવું જાઈએ. થોડો સમય સખત મહેનત ટાળવી પડશે. ICMRના અભ્યાસમાં આ વાત સામે આવી છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news