ભર ઉનાળામાં તળાજાના ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની સમસ્યાથી સ્થાનિકો પરેશાન

ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણી માટેનો કાયમ માટેનો કકળાટ યથાવત રહ્યો છે. પાણી બાબતે અનેક ફરિયાદો ઉઠવા પામી હતી.

જોકે, પીવાના પાણી મુદ્દે ધારાસભ્ય દ્વારા ધરણા કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો, તેમ છતાં પણ પાણીના પ્રશ્નનો ઉકેલ અમુક ગ્રામ્ય વિસ્તારોમાં ન આવ્યો હોવાની ફરિયાદો ઉઠી છે. તળાજા તાલુકાના તેમજ મહુવા પંથકના દયાળ કોટડા કળસાર સહિતના ગ્રામ્ય વિસ્તારોના કેટલાક લોકો ખૂબ જ મોટી સંખ્યામાં તળાજા રોયલ ચોકડી પાસે આવેલી પાણી પુરવઠા વિભાગની ઓફિસ ખાતે દોડી આવ્યા હતા અને અહીં ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. છેલ્લા થોડા મહિનાઓ દરમિયાન મહી પરીએજનું પાણી ગ્રામ્ય વિસ્તારોમાં ન મળતું હોવાને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

તળાજા તાલુકાના પસ્વી ઝોનમાં આવતા ગ્રામ્ય વિસ્તારોમાં પીવાનું પાણી સમયસર ન મળતું હોવાને લઈને ગામની મહિલાઓ તેમજ ગામના આગેવાનો દ્વારા પાણી પુરવઠા વિભાગમાં રજૂઆત દોડી આવ્યા હતા.