કોરોના વાયરસનું સૌથી મુખ્ય અને ખતરનાક વેરિયન્ટ ડેલ્ટા છે

અમેરિકાની સર્વોચ્ચ મેડિકલ સંસ્થા સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનએ કહ્યું છે કે, હવે કોરોના વાયરસનું સૌથી મુખ્ય અને ખતરનાક વેરિયન્ટ ડેલ્ટા છે. આ સતત અમેરિકા અને દુનિયાભરના દેશોને પ્રભાવિત કરી રહ્યો છે. છેલ્લા ૨ અઠવાડિયામાં અમેરિકામાં આવેલા કોરોના કેસોમાંથી અડધા ડેલ્ટા વેરિયન્ટના છે. અમેરિકાના કેટલાક વિસ્તારોમાં લોકો અત્યારે પણ વેક્સિન લગાવી શકી રહ્યા નથી, જેના કારણે અમેરિકન સરકાર ચિંતામાં છે. વેક્સિન ના લગાવનારાઓમાં બાળકો પણ સામેલ છે.

CDCનું કહેવું છે કે, ડેલ્ટા વેરિયન્ટ ઘણી જ ઝડપથી અમેરિકામાં ફેલાયું. આ અત્યારે દેશ અને દુનિયાનું સૌથી મુખ્ય કોરોના વેરિયન્ટ છે. મેમાં આના કેસો ફક્ત ૧૦ હતા, જે ૬ જૂનથી ૧૯ જૂનની વચ્ચે ઝડપથી વધીને ૩૦ ટકા થઈ ગયા. ઝ્રડ્ઢઝ્રએ જણાવ્યું કે, આયોવા, કન્સાસ, મિસૌરીમાં ડેલ્ટા વેરિયન્ટ ૮૦.૭ ટકા ફેલાયું છે. તો નેબ્રાસ્કા, કોલોરાડો, મોંટાના, નોર્થ ઇકોટા, સાઉથ ઇકોટા, ઉટાહ, વ્યોમિંગમાં ૭૪.૩ ટકા સંક્રમણ ફેલાયું છે. અમેરિકા જ્યાં સૌથી વધારે વેક્સિનેશન કરવામાં આવ્યું છે ત્યાં ડેલ્ટા વેરિયન્ટે એ લોકોને પોતાનો શિકાર બનાવ્યા જેમણે વેક્સિન નહોતી લગાવી અથવા પછી તેઓ આનાથી ચૂકી ગયા.

ખાસ કરીને યુવા અને બાળકોને સંક્રમણ થયું. cdcએ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની ગાઈડલાઈને અત્યારે માનવાનો ઇનકાર કરી દીધો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે વેક્સિન લગાવી ચૂકેલા લોકોએ પણ માસ્ક પહેરવું પડશે. ઉલ્લેખનીય છે કે વેક્સિન ડેલ્ટા વેરિયન્ટની વિરુદ્ધ પણ પ્રભાવી છે. લોકોને ગંભીર રીતે બીમાર પડવાથી રોકી રહી છે. સાથે જ લોકોને હૉસ્પિટલ જવાથી પણ બચાવી રહી છે, પરંતુ અમેરિકાના ૫ રાજ્યો મિસિસિપ્પી, લુસિયાના, ઇડાહો, વ્યોમિંગ અને અલાબામામાં અત્યારે પણ ૪૦ ટકા લોકો એવા છે, જેમણે કોરોના વાયરસ વેક્સિનનો એક પણ ડોઝ નથી લગાવ્યો. આને જાેતા પબ્લિક હેલ્થ એક્સપર્ટ ઘણા ચિંતિત છે.

ડેલ્ટા વેરિયન્ટ સૌથી પહેલા ગત વર્ષે ઑક્ટોબરમાં ભારતમાં મળ્યું હતું. આને મ્.૧.૬૧૭.૨ નામથી ઓળખવામાં આવે છે. અત્યારે અમેરિકામાં જેટલા પણ કોરોનાના કેસ છે તેમાંથી ૫૧.૭ ટકા કેસ ડેલ્ટા વેરિયન્ટના છે. આ ડેટા ૨૦ જૂનથી લઈને ૩ જુલાઈની વચ્ચેનો છે.