વરસાદની આગાહી વચ્ચે અનેક વિસ્તારોમાં મેઘમહેરઃ ધોરાજીમાં સૌથી વધુ ૩.૫ ઇંચ વરસાદ

જૂનમાં વરસાદ પાછો ખેંચાયા બાદ રાજ્યમાં ધમાકેદાર વરસાદ રિએન્ટ્રી થઈ છે, ગઈ કાલે શનિવારે રાજ્યના ૧૫૬ તાલુકાઓમાં મેઘરાજા મન મુકીને વરસ્યા હતા. વીજળીના કડાકા અને ભડાકા સાથે વરસાદનું ફરી આગમન થતા ખેડૂતોમાં ખુશી જાેવા મળી રહી છે રાજ્યમાં વરસાદને કાગડોળે રાહ જાેવાતી હતી એવામાં વરસાદનું પૂનરાગમન થતા ખેડૂતોની ચિંતામાં ઘટાડો થયો છે.

સૌથી વધારે રાજકોટના ધોરાજીમાં ૩.૫ ઇંચ વરસાદ વરસાદ પડ્યો સતત વરસાદ વરસવાના કારણે નીચાણવાળા વિસ્તારોમાં આવેલી દુકાનોમાં તેમજ મકાનોમાં પાણી ફરી વળ્યા હતા. બીજી તરફ સતત ધોધમાર વરસાદ વરસવાના કારણે રસ્તા પર નદીની જેમ પાણી વહી રહ્યા હોય તે પ્રકારના દૃશ્યો સામે આવ્યા હતા.

છેલ્લા ૨૪ કલાકમાં અનેક જિલ્લાઓ અને તાલુકામાં સારો એવો વરસાદ પડ્યો છે ત્યારે જો તાલુકાવાર જાેવામાં આવે તો ડાંગમાં સવા ૩ ઇંચ ખાબક્યો છે, ધરમપુરમાં ૩ ઇંચ વરસાદ પડ્યો છે. વરસાદે ધમાકેદા એન્ટ્રી મારી છે ત્યારે નાંદોદમાં ૩ ઈંચ, સુરતમાં ૨.૫ ઈંચ વરસાદ નોંધાયો છે.

લાંબા સમયના વિરામ મેઘરાજા ફરી મહેરબાર થયા છે, ત્યારે દાહોદમાં પણ મેઘરાજા મન મુકીને વરસ્યા હતા એક દિવસમાં દાહોદમાં સવા ૨ ઈંચ વરસાદ નોંધાયો હતો જ્યારે  ઉમરગામમાં પણ સવા ૨ ઈંચ ખાબક્યો હતો. આ તરફ  તિલકવાડામાં ૨ ઈંચ તો માળિયામાં પણ ૨ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

રાજ્યમાં ભારે વરસાદની આગાહી મહત્વનું છે કે રાજ્યમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે ત્યારે રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે આ તરફ ગાંધીનગર, વડોદરા, અમદાવાદમાં વરસાદી ઝાપટા પડવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે