મેશ્વો ડેમની સપાટી ૨૧૪.૬૧ પહોંચી ઓવરફલો થઈ

યાત્રાધામ શામળાજી અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો છે અને રાજસ્થાનમાં પણ ધોધમાર વરસાદના કારણે મેશ્વો ડેમમાં સતત પાણીની આવકમાં વધારો થતો રહ્યો છે. મેશ્વો ડેમની મુખ્ય સપાટી ૨૧૪.૫૯ મીટર છે, હાલ ડેમમાં પાણીની આવક ચાલુ છે, ત્યારે ડેમ ઓવરફ્લો થયો છે. ડેમ તેની મુખ્ય ભયજનક સપાટી વટાવી ૨૧૪.૬૫ મીટરે છે, અને ડેમ ઓવરફ્લો થઈ વેસ્ટ વિયરમાંથી પાણી બહાર આવી રહ્યું છે. વહીવટી તંત્ર દ્વારા કિનારાના ૨૧ ગામડાઓને સતર્ક કર્યા છે.

અરવલ્લી જિલ્લામાં ખાબકેલ ધોધમાર વરસાદ અને ઉપરવાસના વરસાદના કારણે જિલ્લાના જળાશયોમાં નવા નીર આવ્યા છે. ત્યારે જિલ્લાના માઝૂમ મેશ્વો અને વૈડી ડેમ ભયજનક સપાટીની નજીક છે. હાલ શામળાજીનો મેશ્વો ડેમ ઓવરફ્લો થયો છે.