નવસારી શહેરમાં ભારે વરસાદના પગલે રસ્તાઆની હાલત ખરાબ

નવસારી શહેરમાં દર વર્ષે ચોમાસાની સિઝનમાં રસ્તાનું ધોવાણ થતું હોય છે પરંતુ આ સમસ્યાનો નક્કર ઉકેલ આજ સુધી પાલિકાને મળ્યો નથી. ચોમાસાની સિઝન ગયા બાદ રોડ રસ્તાઓનું સમારકામ તો થાય છે પરંતુ પાકાપાયે રોડ રસ્તાનું નિર્માણ થાય તો વરસાદમાં તેનું ધોવાણ થતું અટકાવી શકાય છે. શહેરમાં કરોડોના ખર્ચે રોડ રસ્તા નું નિર્માણ કરાવવામાં આવે છે. છતાં પણ કોન્ટ્રાક્ટરોની બેદરકારી કહો કે હલકી ગુણવત્તાની કામગીરી રોડ રસ્તાઓ માં છાસવારે મસમોટા ખાડા પડી જતા હોય છે જેને ભોગવવાનું તો આખરે શહેરની જનતાના માથે જ આવે છે આ સમગ્ર ખાડા પડવાની ઘટનાને પૂર્વ વિપક્ષી સભ્યો કોન્ટ્રાક્ટરોની બેદરકારી અને ભાજપ શાસકોની નિષ્ક્રિયતા નું કારણ ગણાવે છે.

દશેરા સુધી રસ્તાઓ પરથી ખાડાઓ દૂર નહીં થાય પાલિકાના ચીફ ઓફિસરને આ સમગ્ર મામલે પ્રશ્નો કરતાં તેમણે જણાવ્યું છે કે, દશેરા બાદ શહેરમાં જર્જરિત રોડ રસ્તાનું સમારકામ કરવામાં આવશે. પરંતુ તેના નક્કર ઉકેલની કોઈ કામગીરી વિશે પાલિકા વિચારતી નથી. શહેરીજનો વર્ષ દરમિયાન નિયમિત વેરો ભરવા છતાં પણ ખખડધજ રોડ વચ્ચેથી તેમને પસાર થવા ની નોબત આવે છે ત્યારે પાલિકા બેદરકારી પૂર્વક કામ કરતા કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરે તેવી માંગ પણ શહેરીજનો દ્વારા ઉઠવા પામી છે.

શહેરમાં રેલ્વે સ્ટેશન,લુસીકુઈ, જૂનાથાણા વિસ્તારમાં ઓછાવત્તા પ્રમાણમાં રસ્તાઓ જર્જરિત બન્યા છે ત્યારે રાહદારીઓના વાહનો પણ આ માર્ગ પરથી પસાર થતાં ખોટકાઈ જવાની ઘટના વધી છે ત્યારે પાલિકા આ મામલે વહેલી તકે સમારકા કયો ભાગ બેઠો છે હવે તો પહેલેથી જ છે ભાઈમ શરૂ કરે અને રોડ રસ્તા ના કામગીરીમાં બેદરકારી દાખનારા કોન્ટ્રાક્ટરોને બ્લેક લિસ્ટ કરવાની શરૂઆત કરે તો શહેરીજનોને ખખડધજ રસ્તાઓમાંથી મુક્તિ મળી શકે તેમ છે.

નવસારી શહેરમાં ચોમાસાની સિઝનમાં રોડ રસ્તાનું મોટા પાયે ધોવાણ થયું છે. જેને લઈને શહેરના મોટાભાગના રોડ રસ્તા જર્જરિત બન્યા છે. આ માર્ગ પરથી વાહનો કઈ રીતે હાકવું તેને લઈને રાહદારીઓમાં પણ મૂંઝવણ ઊભી થઈ છે. દર વર્ષે ચોમાસામાં ધોવાઈ જતા રોડ રસ્તાના ગુણવત્તા વિશે પણ પ્રશ્નાર્થ ઉભો થયો છે.પાલિકા કરોડોના રોડ રસ્તાઓનું નિર્માણ કરાવડાવે છે અને તે રસ્તાઓ મોટે ભાગે એક વરસાદ પણ ખમી શકતા નથી.ઠેરઠેર ખાડા જોવા મળતા શહેર ‘ખાડા’માં હોય તેવી સ્થિતિનું નિર્માણ થાય છે.