વલસાડ શહેરમાં કમોસમી વરસાદ સાથે ગાઢ ધૂમમ્સ છવાયું

માવઠાની લઈને પડેલા ધૂમમ્સથી આંબાના ફ્લાવરિંગ પ્રક્રિયા ઉપર ભારે અસર દેખાઈ રહી છે. સાથે આંબાના ઝાડ પાસે ઝીણી જીવતો થવાથી તે આંબાના ફ્લેવરિંગ પ્રક્રિયા ઉપર અવરોધ ઉભો કરતા હોવાથી આંબાના અને લીલા શાકભાજીના પાકોને ભારે નુકશાની થશે. હજુ આગામી દિવસોમાં કમોસમી વરસાદની આગાહીને ધ્યાને રાખીને હવામાન ખુલ્લું થાય બાદ ખેડૂતોએ જંતુનાશક દવાનો સમયસર છંટકાવ કરવો પડશે તોજ જંતુઓ નાશ થઈ શકશે.

વલસાડ તાલુકામાં કમોસમી વરસાદ બાદ રવિવારે સવારે ગાઢ ધુમ્મસ ભર્યું હવામાન થઈ ગયું હતું. તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા ૩ દિવસથી સવારે ધુમ્મસ ભર્યું હવામાન હોવાથી આંબામાં કેરીના પાકને ભારે નુકશાનની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે. સાથે નેશનલ હાઇવે ઉપર ધુમ્મસને લઈને પણ વાહનોની રફતાર ખુબજ ધીમી થઈ ગઈ હતી. ધુમ્મસને લીધે મુંબઈ અમદાવાદ હાઇવે ઉપર વાહનોની રફતાર ધીમી પડી ગઈ હતી. સાથે રેલવ્યવહાર પણ ધીમો થઈ ગયો હતો. જ્યારે જી્‌ બસના શિડયુલ પણ લેટ થતા યાત્રીઓ અટવાયા હતા. શહેરમાં દોર ઉપર વીઝિબ્લિટી ઘટીને ૦ થઈ ગઈ હતી. વહેલી સવારે ૬ વાગ્યાથી શરૂ થયેલા ધુમ્મસને લીધી જનજીવન ખોરવાઈ ગયું હતું. વલસાડ શહેરમાં કમોસમી વરસાદ બાદ ઠંડીનો ચમકારો વધ્યો હતો. રવિવારે સવારે ગાઢ ધુમ્મસ છવાઈ ગયું હતું. ગાઢ ધુમ્મસ થતા શહેર અને હાઇવે ઉપર વાહનોની રફતાર ઘટી ગઈ હતી. રવિવાર હોવાથી રજાનો દિવસ હોવાથી શાહરના લોકોએ ધુમ્મસની મઝા માણી હતી.

ધુમ્મસને લઈને રેલવ્યવહાર ખોરવાયો હતો. જ્યારે ST બસના શિડયુલ પણ ડીલ થાય હતા. હાઇવે ઉપર દોડતા વાહનોની રફતાર ઘટી ગઈ હતી. કમોસમી વરસાદ બાદ ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા ૩ દિવસથી ભારે ધુમ્મસ જોવા મળી રહ્યું છે. જેને લઈને આંબામાં ફ્લેવરિંગ પર ભારે અસર જોવા મળી રહી છે. ભેજ વાળા હવામાનને લઈને આંબાના ઝાડ ઉપર ઝીણી જીવાતો અને મચ્છરનો ઉપદ્રવ વધવાથી આંબાની મંજરી ફૂટતા અટકાવે છે અને આંબા ઉપર ફ્લેવરિંગ થતા અટકી જતા હોય છે. હજુ ૨-૩ દિવસ ધુમ્મસ રહેશે તો આગામી દિવસોમાં આંબાના પાકોને ભારે નુકશાની થશે. જેથી હવામાન ખુલ્લું થાય બાદ ખેડૂતોએ જંતુ નાસક દવાનો ખાસ છંટકાવ કરવો પડશે. આ ગાઢ ધુમ્મસ ને લીધી પક્ષીઓને પણ ઉડવામાં ભારે તકલીફોનો સામનો કરવો પડે છે.