દેશમાં ૫૦ ટકા લોકોએ રસીના બે ડોઝ લઈ લીધા છે : સ્વાસ્થ્ય મંત્રી

ઓમિક્રોન વાયરસના સંભવિત ખતરાને જોતા સરકારે રસીકરણ ઝડપી બનાવવા પર અને લોકો રસી લે તેના પર ભાર મુકયો છે.બીજી તરફ ૫૦ ટકા લોકોને રસીના બે ડોઝ મળી ગયા હોવાથી આ એક રાહતની વાત છે.

કેન્દ્રના સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આજે કહ્યુ હતુ કે, ભારતમાં ૫૦ ટકા લોકોને કોરોના રસીના ડબલ ડોઝ અપાઈ ચુકયા છે.જે આપણા માટે ગર્વનો વિષય છે.હવે કોરોનાનો ઓછામાં ઓછો એક ડોઝ મેળવી ચુકેલા લોકોની સંખ્યા ૧૨૭ કરોડ પર પહોંચી ચુકી છે. મંત્રાલય દ્વારા અપાયેલા આકંડા પ્રમાણે દેશના ૮૪ ટકા પુખ્ત વયના લોકો રસીનો ઓછામાં ઓછો એક ડોઝ લઈ ચુકયા છે.છેલ્લા ૨૪ કલાકમાં ૧.૦૪ કરોડ લોકોને કોરોનાની રસી મુકવામાં આવી છે.