કેન્દ્ર સરકારે સીરમ ઇન્સ્ટિટ્યૂટને કોવીશીલ્ડ વેક્સિનનો ઓર્ડર આપ્યો

કેન્દ્ર સરકારે ઓક્સફોર્ડ-એસ્ટ્રેજેનેકાની વેક્સિન કોવીશીલ્ડ માટે સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાને ઓર્ડર આપી દીધો છે. SIIના અધિકારીઓએ સોમવારે આ માહિતી આપી. વેક્સિનના એક ડોઝની કિંમત ૨૦૦ રૂપિયા હશે. કોવીશીલ્ડના દર સપ્તાહે એક કરોડથી વધુ ડોઝની સપ્લાઈ કરવામાં આવી શકે છે. સરકારે વેક્સિનેશન માટે ૧૬ જાન્યુઆરીની તારીખ નક્કી કરી છે.

ભારતના ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાએ ત્રણ જાન્યુઆરીએ કોવીશીલ્ડને મંજૂરી આપી હતી. જેની ઈફેક્ટિવનેસ અંગે અલગ અલગ વાત સામે આવી છે. એસ્ટ્રાજેનેકાએ વેક્સિનની ઓવરઓલ ઈફેક્ટિવનેસ ૯૦% સુધી હોવાનો દાવો કર્યો હતો.

આ અંગે ભારતીય રેગ્યુલેટરનું માનવું છે કે આ વેક્સિન ૭૦% સુધી ઈફેક્ટિવ છે. આ પ્રકારની અલગ અલગ માહિતી સામે આવી રહી છે તો બ્રિટિશ અને ભારતીય રેગ્યુલેટરના અભ્યાસને જાણવો જરૂરી બની ગયો છે.

કોવીશીલ્ડ અથવા AZD1222ને ઓક્સફોર્ડ યૂનિવર્સિટી અને તેની કંપની વેક્સીટેકે મળીને બનાવી છે. જેમાં ચિમ્પાઝીમાં ઠંડીના કારણે બનનારા વાઈરસ(એડેનોવાઈરસ)ને નબળા કરીને ઉપયોગ કરાયા છે. જેમાં SARS-CoV-2 એટલે કે નોવેલ કોરોના વાઈરસના જેનેટિક મટેરિયલ છે.

વેક્સિનેશન દ્વારા સરફેટ સ્પાઈક પ્રોટીન બને છે અને આ SARS-CoV-2 વિરુદ્ધ ઈમ્યુન સિસ્ટમ બનાવે છે. જેથી ભવિષ્યમાં જો નોવેલ કોરોનાવાઈરસ હુમલો કરે તો શરીર તેનો મજબૂતાઈથી જવાબ આપી શકે.