અમદાવાદ શહેરનું તાપમાન ૪૧થી ૪૨ ડિગ્રીએ પહોંચવાનું અનુમાન છે : બે દિવસ બાદ વધશે ગરમીનું પ્રમાણ

રાજ્યમાં એપ્રિલ અને મે મહિનમાં કાળઝાળ ગરમી પડે છે, પરંતુ ચાલુ વર્ષે વિશિષ્ટ પરિસ્થિતિના કારણે મહત્તમ તાપમાન સામાન્ય રહ્યું છે. ઉનાળાની શરુઆતથી વેસ્ટન ડિસ્ટર્બન્સના કારણે વારંવાર માવઠું થયું છે. જેના કારણે તાપમાનમાં ઉતાર-ચડાવ જોવા મળ્યો છે. રાજ્યમાં તાપમાન ૪૦ ડિગ્રી આસપાસ પહોચ્યું છે. જોકે, બે દિવસ બાદ મહત્તમ તાપમાનમાં વધારો થશે અને અમદાવાદ શહેરનું તાપમાન ૪૧થી ૪૨ ડિગ્રીએ પહોંચવાનું અનુમાન છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા પણ ૨૩ અને ૨૪ એપ્રિલના યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

ગરમીને લઈ સરકાર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ટ્રાફિક પોલીસ હરકતમાં આવ્યું છે. લોકો હિટ સ્ટોકનો ભોગ ન બને અને ગરમીમાંથી રાહત રહે તે માટે મહત્વનો ર્નિણય કરાયા છે. રાજ્ય સરકાર દ્વારા તંત્રને આદેશ કરવામાં આવ્યો છે. મકાન અને બંધકામની કામગીરી સાથે સંકળાયેલ શ્રમિકોને ઉનાળાની સિઝનમાં લૂ સામે રક્ષા મળી રહે, તે માટે બપોરના ૧થી ૪ વાગ્યા સુધીમાં ખાસ કિસ્સામાં વિશ્રામનો સમયગાળો ફાળવવા સૂચના આપવામાં આવી છે.અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા પણ મહત્વનો ર્નિણય કરવામાં આવ્યો છે. ઉનાળાની સિઝન દરમિયાન ગરમીમાં વાહનચાલકોને સિગ્નલ પર ઉભા ન રહેવું પડે તે માટે ટ્રાફિક સિગ્નના નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અમદાવાદ શહેરના ૧૨૭ જેટલા સિગ્નલ બ્લિન્કર મોડ પર ચાલશે અને જ્યાં જવાનો હાજર રહી સિગ્નલ પર ઉભા ન રહેવું પડે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે અને ૫૮ સિગ્નલ પર સમય ઘટાડવામાં આવ્યો છે. બપોરના ૧૨થી ૪ વાગ્યા સુધી નવો નિયમ કાર્યરત રહેશે.

ઉનાળાની ગરમીથી બચવા માટે બહાર નીકળીએ ત્યારે સુતરાવ કપડા પહેરવા જોઈએ. તેમજ પ્રવાહી વધુ માત્રામાં તેવું જોઈએ જેના કારણે ડિહાઈડ્રેશનથી બચી શકાય?.હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી દિવસોમાં માવઠું નહીં થવાની સંભાવના  ૫ દિવસ માટે કરવામાં આવેલી આગાહીમાં જણાવવામાં આવ્યું છે. હવામાન વિભાગે સંભાવના વ્યક્ત કરી છે કે શરુઆતમાં ગરમીનું પ્રમાણ ઘટ્યા બાદ ફરી આકરી ગરમી પડી શકે છે. અમદાવાદમાં તાપમાનનો પારો ૪૨ ડિગ્રી સુધી જવાની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદના હવામાન કેન્દ્ર દ્વારા આગામી ૪ દિવસ સુધી હવામાન સૂકું રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.