ગરમીનો કહેરઃ દેશમાં ‘પાવર’ની રેકોર્ડ બ્રેક ડિમાન્ડ

દેશના અનેક રાજ્યોમાં ગરમીના તાપમાનમાં સરેરાશ કરતા વધારો થયો છે, જ્યારે લૂને કારણે ગરમી સંબંધિત બીમારીનું પ્રમાણ વધ્યું છે, ત્યારે વીજળીની ડિમાન્ડમાં પણ વધારો થયો છે. નેશનલ લોડ ડિસ્પેચ સેન્ટરના અહેવાલ અનુસાર દેશમાં વીજળીની માગ વધીને ૨૧૫.૮૮ ગીગાવોટના રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે, જ્યારે દેશમાં અત્યાર સુધીમાં વીજળીની સર્વોતમ માગનું પ્રમાણ ૨૧૬ ગીગાવોટથી ઓછું રહ્યું હતું. દેશમાં બુધવારે પણ વીજળીની સર્વોતમ ડિમાન્ડ ૨૧૪.૯૨ મેગાવોટ રહી હતી, જે છેલ્લા દિવસમાં વીજળીની સૌથી વધારે ડિમાન્ડ ૨૦૦ ગીગાવોટથી વધારે રહી હતી. એક અહેવાલ અનુસાર આ વર્ષે સિઝનમાં વીજળીની માગ વધીને ૨૨૯ ગીગાવોટના સ્તરે પહોંચી શકે છે, એવો દાવો કરવામાં આવ્યો હતો. દેશના અનેક રાજ્યની સરકાર ગરમીમાં વધારો થવાથી વીજળીની માગમાં વધારો થવાની સમસ્યાથી ઝઝૂમી રહી છે, જેમાં મહારાષ્ટ્ર, ગુજરાત, ઉત્તર પ્રદશ અને પશ્ચિમ બંગાળ વગેરે રાજ્યમાં પાવરની ડિમાન્ડમાં નોંધપાત્ર વધારો થયો છે. ઉત્તર પૂર્વના પહાડી વિસ્તારોમાં સરેરાશથી વધારે તાપમાનને કારણે વીજળીની માગમાં વધારો થઈ રહ્યો છે અને અમુક વિસ્તારોમાં પાવર કટની સમસ્યા ઊભી થઈ છે. ત્રિપુરા સરકારે ગરમીને કારણે સ્કૂલમાં રજાઓ જાહેર કરી છે, જ્યારે મેઘાલયના અમુક વિસ્તારોમાં પણ ૧૦ કલાકથી વધુ વીજળી બંધ છે. દરમિયાન હવામાન વિભાગે કહ્યું હતું કે પૂર્વીય ભારતના રાજ્યમાં બે દિવસ અને ગરમીનું જોખમ રહેશે, જ્યારે ગરમીની માગમાં વધારો થવાને કારણે વધુ ડિમાન્ડ વધી શકે છે.