૨૪ કલાકથી ઠંડા પવન અને વરસાદ થી રાજકોટ સહીત સૌરાષ્ટ્રમાં શિમલા જેવું વાતાવરણ

હવામાન વિભાગની આગાહીના પગલે સમગ્ર ગુજરાત ના વાતાવરણ માં પલટો જોવ અમાડ્યો છે, રાજકોટ જિલ્લામાં બે દિવસથી કોઈ હિલ સ્ટેશન બની ગયું તેવો માહોલ જોવા મળી રહ્યો છે. ગઇકાલે જસદણ પંથકમાં વરસાદ પણ વરસ્યો હતો. ત્યારે ગત રાત્રે મિનિ વાવાઝોડુ ફૂંકાતા ઘરો અને દુકાનોના પતરા તથા બેનરો ઉડ્યા હતા. તેમજ ભારે પવનને કારણે જસદણમાં ૮ કલાક લાઈટ પણ ગુલ રહી હતી. બીજી તરફ છેલ્લા ૨૪ કલાકથી ઠંડા પવનને કારણે રાજકોટ ટાઢુબોળ થઇ ગયું છે.

ઠંડા પવનના સુસવાટા વચ્ચે લોકો ઘરમાં જ પુરાઇ રહ્યા છે. આજે પણ શહેરમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. સૌરાષ્ટ્ર-કચ્છના વાતાવરણમાં બદલાવ સાથે કમોસમી વરસાદની આગાહીના કારણે રાજકોટમાં આજે સવારથી જ વાદળીયા વાતાવરણમાં સૂર્યોદય બાદ ઠંડો પવન ફૂંકાવા લાગ્યો છે. ગઈકાલે દિવસભર અને આજે સવારેથી રાજકોટવાસીઓને ગરમ વસ્ત્રોનો સહારો લેવો પડ્યો છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં વાતાવરણમાં બદલાવ સાથે કમોસમી વરસાદની આગાહી સાથે વાદળો છવાતા ટાઢોડુ છવાયું છે. રાજકોટ શહેરમા આજે સવારથી સૂર્યદેવ વાદળોમાં છૂપાયેલા રહેતા વાદળિયા માહોલમાં હવામાં ભેજના વધારા સાથે ઠંડો પવન ફૂંકાવાનું શરૂ થયું છે. છેલ્લા ૨૪ કલાકથી લોકોએ સ્વેટર, ટોપી, શાલ, મફલરનો સહારો લેવો પડ્યો છે. ગઇકાલે ભરબપોરે ઠંડકથી રાજકોટમાં હિલ સ્ટેશન સમા દ્દશ્યો જોવા મળ્યા હતા. સૌરાષ્ટ્રમાં અનેક જિલ્લાઓમાં હળવાથી ભારે વરસાદ વરસી રહ્યો છે. કમોસમી વરસાદ સાથે ઠંડો પવન ફૂંકાતા જનજીવન પર અસર જોવા મળી રહી છે. રાજકોટમાં ગઇકાલે ભરબપોરે ઠંડો પવન ફૂંકાતા વાતાવરણ ટાઢુબોળ થતા અનેક લોકોએ કામ સિવાય ઘરની બહાર જવાનું ટાળ્યું હતું. ઠંડા પવનના કારણે દિવસભર ઘરના બારી-બારણા બંધ જોવા મળી રહ્યા છે