મોદીના ટ્‌વીટનો જવાબ આપતા પાકિસ્તાનના પીએમએ ટ્‌વીટ કરી આભાર વ્યક્ત કર્યો

પાકિસ્તાનમાં ચોમાસુ વરસાદે દેશમાં ભીષણ તબાહી મચાવી છે. જેમાં અત્યાર સુધી ૧૧૦૦ જેટલા લોકોના મોત થયા છે. પૂરને કારણે ખેતરમાં ઉભેલો પાક પણ ધોવાયો છે. તો જે લોકો બચી ગયા છે તે સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાનો સામનો કરી રહ્યાં છે. સ્વાસ્થ્ય અધિકારીઓનું કહેવું છે કે સ્થિતિ ગંભીર છે, સિંધ, બલૂચિસ્તાન, દક્ષિણી પંજાબ અને ખૈબર પખતૂનખ્વાના પૂર પ્રભાવિત વિસ્તારમાં લોકો અનેક બીમારીનો સામનો કરી રહ્યાં છે. પાકિસ્તાનમાં આવેલા ભીષણ પૂરથી તબાહી જાેવા મળી રહી છે. લાખો લોકો પૂરને કારણે પોતાના ઘર છોડીને સુરક્ષિત સ્થળો પર પહોંચી ગયા છે.

પાકિસ્તાનના લાખો લોકો પૂરની ઝપેટમાં આવી ગયા છે. આ વચ્ચે પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય સ્તર પર મદદ અને સંવેદનાઓનો દૌર શરૂ થઈ ગયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ પાકિસ્તાનમાં આવેલા પૂર પર દુખ વ્યક્ત કરતા પીડિતો, ઘાયલો અને આ પ્રાકૃતિક આપદાથી પ્રભાવિત બધા લોકોના પરિવારો પ્રત્યે હાર્દિક સંવેદના વ્યક્ત કરી હતી. હવે પીએમ મોદીના આ ટ્‌વીટ પર પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાહબાઝ શરીફે આભાર વ્યક્ત કર્યો છે. પીએમ મોદીએ પોતાના ટ્‌વીટમાં લખ્યું હતું કે પાકિસ્તાનમાં આવેલા પૂરથી થયેલી તહાબી જોઈને દુખ થયું. અમે પીડિતો, ઘાયલો અને આ પ્રાકૃતિક આપદાથી પ્રભાવિત બધા લોકોના પરિવારો પ્રત્યે પોતાની હાર્દિક સંવેદના વ્યક્ત કરીએ છીએ અને જલદી સામાન્ય સ્થિતિ યથાવત થવાની આશા વ્યક્ત કરીએ છીએ.

પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાહબાઝ શરીફે આભાર વ્યક્ત કરતા કહ્યું કે હું ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પૂરને કારણે થયેલા માનવીય અને ભૌતિક નુકસાન પર શોક વ્યક્ત કરવા માટે ધન્યવાદ આપુ છું. ઇંશાઅલ્લાહ, પોતાના વિશિષ્ટ ગુણોની સાથે પાકિસ્તાનના લોકો આ પ્રાકૃતિક આપદાના પ્રતિકૂળ પ્રભાવોને દૂર કરશે અને પોતાના જીવન અને સમુદાયોનું પુનનિર્માણ કરશે.