સુરતના પુણા વિસ્તારની સોસાયટીમાં પાણી મુદ્દે રહીશોનો વિરોધ

પૂણા વિસ્તારની મોટાભાગની સોસાયટીઓમાં પાણીનો પ્રશ્ન છે. પાલિકામાં અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈ જ નિરાકરણ આવતો નથી. અમે ઘણી વખત આંદોલનો પણ કર્યા છે. પરંતુ તેમ છતાં પાલિકા માત્ર વેરા ભટકારે છે.અને પાણી આપતી નથી. જેથી લોકોએ બોરિંગ કરીને પાણી મેળવવાની ફરજ પડે છે.

તો સરકારે બોરિંગની નીતિ અપનાવી છે અને તેના બોરિંગના પૈસા લોકોને ભરવા પડે છે. જેના કારણે લોકો પાલિકાને પૈસા ભરે બોરિંગના પૈસા ભરે છતાં પાણી વિના રહે એવી સ્થિતિ થઈ છે. સરકારની આવી બેધારી નીતિના કારણે લોકોને હાલ પરેશાનીનો સામનો કરવો પડે છે. ત્યારે અમારી એક જ રજૂઆત છે કે, જો સરકાર પાણી ન આપી શકતી હોય તો અધિકારીઓ અને પદાધિકારીઓએ પોતાની ઓફિસ બંધ કરીને ઘરે બેસી જવું જોઈએ અને હર ઘર નળ જેવી સ્કીમો બંધ કરી દેવી જોઈએ.સુરતના પુણા વિસ્તારમાં આવેલી રામ રાજ્ય સોસાયટીમાં પાણીના મુદ્દે લોકો દ્વારા ઓબાળો મચાવવામાં આવ્યો હતો.

છેલ્લા ઘણા સમયથી પાલિકા દ્વારા પાણી ન પહોંચાડવામાં આવતું હોવાથી સ્થાનિકોએ કહ્યું હતું કે, વેરા ભરવા છતાં અને વેરાબીલ આવતું હોવા છતાં પાણી અમને પહોંચાડવામાં આવતું નથી. અમે અવારનવાર રજૂઆત કરી હોવા છતાં પણ તંત્ર દ્વારા યોગ્ય કામગીરી કરવામાં આવતી નથી. જેથી અમારે વિરોધ પ્રદર્શન કરવાની નોબત આવી છે. અમે પાણીના મુદ્દે પારાવાર પરેશાન છીએ સમયસર પાણી આવતું નથી. જેથી અમારે વપરાશથી લઈને પીવાના પાણીની સમસ્યા આવી છે. તો સોસાયટીના પ્રમુખ ભરતભાઈ કાછડીયાએ જણાવ્યું હતું કે, અમારી સોસાયટી વર્ષ ૨૦૦૬માં પાલિકામાં પડી હતી. છેલ્લા સાત વર્ષથી પાલિકાના પાણી વિભાગે કાર્યભાર સંભાળ્યો છે. ૪૦૦થી વધુ મકાનોમાં ૫,૦૦૦ જેટલા લોકો રહે છે. પરંતુ અમને પાણી મળતું નથી. અમે વારંવાર રજૂઆત કરી છે.પરંતુ કોઈ જ નિકાલ થતો નથી.