અંકલેશ્વર શહેરમાં ફરીથી રેડ ઝોન આપવામાં આવ્યું : એક્યુઆઈ ૩૦૧ને પાર

અંકલેશ્વર હવા ની ગુણવત્તા દિવસે દિવસે નવેમ્બર માસમાં બગાડતા જીપીસીબી દ્વારા એક્શન પ્લાન બનાવી ઉદ્યોગકારોને અમલીકરણ કરવા તાકીદ કરી હતી. જે બાદ હવા ની ગુણવતા એકદમ સુધારી યલો ઝોનમાં ૧૮૬ એ.ક્યુ.આઈ પર પહોંચી હતી જે બીજા દિવસે એટલે ગત રોજ ૨૨૧ પર પહોંચી ઓરેન્જ ઝોનમાં એ.ક્યુ.આઈ આવ્યો હતો. જો કે રવિવાર ના રોજ પુનઃ ૩૦૧ એ.ક્યુ.આઈ સાથે રેડ ઝોન માં હવા ની ગુણવતા પહોંચી હતી.

જીપીસીબી દ્વારા ઉદ્યોગકારો અને નોટીફાઈડ વિભાગ ને કરવામાં આવેલ તાકીદ બાદ હવા ની ગુણવતા ક્રમશ સુધારવાની આશા હતી જો કે એ.ક્યુ.એ પુનઃ રેડ ઝોન માં આવતા પર્યાવરણ પ્રેમી માં રોષ જોવા મળ્યો હતો. ત્યારે જીપીસીબી દ્વારા પણ હવાની ગુણવત્તા સુધારવા માટે મોનીટંરીગ વધુ સઘન બનાવી રાત્રી ના સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું છે.અંકલેશ્વર પુનઃ એર કોલેટી ઇન્ડેક્ષ રેડ ઝોનમાં આવ્યો છે. એ.ક્યુ.આઈ.૩૦૧ નોંધાયો હતો.

જીપીસીબી દ્વારા ઉદ્યોગકારો જોડે બેઠક બાદ એક દિવસ યલો અને એક દિવસ ઓરેન્જ ઝોનમાં એક યુ આઈ આવ્યો હતો. નવેમ્બર માસમાં ૯ દિવસ રેડ ઝોનમાં અને ૮ દિવસ ઓરેન્જ ઝોન માં જયારે એક દિવસ યલો ઝોન માં આવ્યો છે.