સુરતના પાંડેસરા વડોદ ગામ નજીક મારુતિ વાનમાં અચાનક આગ લાગી : ચાલકનો બચાવ

સુરતના પાંડેસરા વડોદ ગામ નજીક એક મારુતિ વાનમાં અચાનક શોર્ટ સર્કિટ બાદ આગ લાગી જતા ભાગદોડ મચી ગઇ હતી. એટલું જ નહીં પણ ચાર દિવસથી બંધ હાલતમાં પડેલી કાર ઝ્રદ્ગય્ હોવાનું બહાર આવ્યું હતું. કાર માલિક કાર માલિકએ જણાવ્યું હતું કે સીએનજી ભરાવ્યાં બાદ પેટ્રોલ ભરાવીને પંપ બહાર નીકળતા જ શોર્ટસર્કિટ થયો હતો. ઉંદરડાએ વાઈરીંગ કતરી નાખ્યું હોય એમ લાગે છે.

કાર માલિકએ જણાવ્યું હતું કે, તેઓ અંકલેશ્વરમાં EWS આવાસના પેટા કોન્ટ્રાકટર છે. સવારે અંકલેશ્વર જવા નીકળ્યા હતા. CNGભરાવ્યાં બાદ પેટ્રોલ ભરાવી પંપ બહાર નીકળતા જ દુઘટના સર્જાય હતી. જોકે ભેસ્તાન ફાયરના જવાનો સમયસર દોડી આવતા આગ કાબૂમાં આવી ગઈ હતી. ફાયર વિભાગે જણાવ્યું હતું કે કોલ લગભગ આજે સવારે ૭:૨૫નો હતો. ઘટનાની જાણ બાદ તાત્કાલિક દોડી ગયા હતાં. બર્નિંગ વાન પર પાણીનો મારો કરી આગ કાબૂમાં લીધી હતી. કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *