નવસારી, સુરત, ડાંગ, તાપી જિલ્લામાં ૫.૭ ઇંચ સુધી વરસાદ

સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં સતત બીજા દિવસે સાંબેલાધાર વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ વલસાડ જિલ્લાના પારડીમાં ૬.૧ ઇંચ વરસાદ ખાબક્યો હતો. કેટલાક વિસ્તારોમાં ઘરોમાં પાણી ભરાઇ ગયા હતા. જ્યારે ડાંગ જિલ્લામાં ૧૬ માર્ગો પરના કોઝવે પર પાણી ફરી વફ્રતા વાહનવ્યવહાર બંધ કરાયો છે.

ભારે થી અતિભારે વરસાદની આગાહી વચ્ચે વલસાડ જિલ્લામાં મેઘરાજાનું જાેર વધ્યું હતું. મોગરાવાડી અને છીપવાડ ગરનાફ્રા તેમજ અબ્રામા વિસ્તારની સોસાયટીના ઘરોમાં પાણી ભરાઇ ગયા હતા. જિલ્લામાં  સરેરાશ ૪.૫ ઇચ વરસાદ નોંધાયો હતો.

ડાંગ જિલ્લામાં નદીઓ બે કાંઠે વહેતી થતા ૧૬ માર્ગોના કોઝવે પર પાણી ફરી વફ્રતા લોકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા તાકીદ કરાઇ છે. નવસારીમાં ૪ ઇંચ સુધી વરસાદને પગલે ખેડૂતોએ રાહત અનુભવી છે.

તાપી જિલ્લામાં વ્યારા અને ડોલવણમાં સૌથી વધુ ૩.૫ ઇંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે સુરત જિલ્લાના પલસાણા, ઉમરપાડા તાલુકામાં બે ઇંચ સહિત તમામ તાલુકાઓમાં અડધા ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ફરી ચોમાસું જામ્યું હોય તેવો માહોલ છે. જાેકે, તેને લીધે રોજીંદા જીવનને અસર પહોંચી છે.