યોગેશ પરીખ, ગુજરાત ચેમ્બર્સ ઑફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી એન્વાર્યમેન્ટ કમિટી ચેરમેન સાથે પર્યાવરણ ટુડેની વિશેષ મુલાકાત

થોડા દિવસ પહેલા ગુજરાત ચેમ્બર્સ ઑફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીમાં જીપીસીબીના ચેરમેન બારડ, સભ્ય સચિવ એ.વી. શાહ અને યૂનિટ હેડ રાજેશભાઈ પરમાર સાથે મુલાકાત થઇ હતી. ગુજરાત ચેમ્બર્સ ઑફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા પ્રાદેશિક સ્તરે જેટલા પણ પ્રશ્નો હતા, તે પ્રશ્નોનું નિરાકરણ અને તેમની સાથે વાર્તાલાપ અને ચર્ચા કરવા માટે આ આયોજન કરવામાં આવ્યું હતુ. આશરે બે કલાક સુધી આ પ્રશ્નોને લઇ છણાવટપૂર્વક વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.

આ ચર્ચામાં મુખ્ય પ્રશ્નો હતા તેમાં ઇડીસી અને બેંક ગેરંટીના મુદ્દાઓને વણી લેવામાં આવ્યા હતા. જેના માટે તમામ મુલાકાતીઓને વિશેષ અપીલ કરવામાં આવી હતી કે ઈડીસી છે તેને જે તે વિસ્તારમાં એક્સપાશંન પર અથવા તો પર્યાવરણ સુરક્ષા માટે જે પણ થયુ હોય, નવા કોઇપણ ઇન્સ્ટ્રુમેન્ટ લવાતા હોય કે કોઇ નવું અપગ્રેડેશન આવતુ હોય તેમાં તેનો ઉપયોગ કરવા જોઇએ અને તેને આફવા જોઇએ. ખાસ કરી ઈડીસી અને બેંક ગેરંટી બન્ને તેમાં ન લેવી જોઇએ, કારણ કે મહારાષ્ટ્ર સરકારમાં ઇડીસી લેવામાં આવતી નથી. જોકે તેમાં બેંક ગેરંટી લેવામાં આવે છે. તો તે વિશે યોગેશ પરીખ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે માત્ર ન માત્ર બેંક ગેરંટી લેવામાં આવે અને ઈડીસી લેવી જોઇએ નહી.

ઈડીસી લેવાની જે ફોર્મ્યુલા કરેલી છે, સ્મોલ સ્કેલ ઈન્ડસ્ટ્રી ઘણી બધી છે. સ્મોલ સ્કેલ ઈન્ડસ્ટ્રીને મદદરૂપ થાય છે, એટલે ઈડીસી પોલીસીમાં ફોર્મ્યુલા દુરસ્તી કરવી જોઇએ અથવા તો તેને સદંતર હટાવી દેવી જોઇએ.

બીજો જે ખાસ મુદ્દો વણી લેવામાં આવ્યો હતો તેમાં અત્યારે એફડીએસ કે જે ટીડીએસનો જે પ્રશ્ન છે, તે મેગા પાઇપલાઇનનો પ્રશ્ન 1995માં નામદાર હાઈકોર્ટમાં કેસ ચલાવવામાં આવ્યો હતો. ત્યારે વાણોદર કમિટીનો પણ રિપોર્ટ હતો. જેમાં ટીડીએસ પર સાત દિવસ ચર્ચા ચાલી હતી. અને ટીડીએસ અત્યાર ન લેવાનુ અને સુએજ સાથે તે મિશ્રિત થશે તો એફડીએસ વધુ આગળ 2100 આવી જશે. અહિંયા આજની તારીખમાં નોર્મલ બોરના પાણી પણ અત્યાર સુધી 1100થી 1400 ટીડીએસમાં હોય છે. તો 2100 ટીડીએસ ડાયસ્ટિસ ઇન્ડસ્ટ્રીમાં આટાલા ટીડીએસનું પાણી ન નીકળી શકે અને મીનિમમ તે ટીડીએસનું બેલેન્સિંગ દરિયાઇ મિશ્રણમાં થાય તો જ આનો નિકાલ આવી શકે. આ રજૂઆત પણ આ તકે કરવામાં આવી હતી.

ત્યાર બાદ યોગેશ પરીખ દ્વારા ડીપ સી ડિસ્ચાર્જ માટે લાઇન નાંખવા બાબતે કહેવામાં આવ્યું છે કે જો સરકાર દ્વરા કલ્પસર ન આવતુ હોય અથવા કલ્પસર આવતુ હોય તો આગળ વધવા માટે અમને મંજૂરી આપવી જોઇએ. ડીપ સી ડિસ્ચાર્જના લાઈન માટે સરકારે જે અભિગમ અપનાવ્યો છે અને રકમ પણ ફાળવી છે. તો તે લાઈન તાત્કાલિક થવી જોઇએ, જેથી ઉદ્યોગો માટે રાહતરૂપ થઇ જાય. દરિયાઈ કિનારાથી 500 સીઓડીનું પણ પાણી મળે અને નોર્મ્સ પ્રમાણે પ્રાપ્ત થાય. અને અત્યારે કરેલી યોજના મુજબ સુએજ સાથે ડીપ સી ડિસ્ચાર્જ કરવું તેના કરતા માત્રને માત્ર ઈન્ડસ્ટ્રીને ડિસ્ચાર્જ આપે તો એક નાની પાઈપલાઇન થઇ જાય અને જે ખર્ચો અત્યારે બમણો બતાવવામાં આવ્યો છે, તે અડધાથી પણ ઓછો થઇ જવાની સાથેસાથે ડીપ સી ઈન્ચાર્જ લાગૂ કરી શકાય. આ માટે સરકારમાં યોગ્ય રજૂઆત કરી અને તેનો તાત્કાલિક નિકાલ લાવવામાં આવે તો ઉદ્યોગો સારી રીતે કાર્ય કરી શકે.

ત્યારબાદ મિક્ષ પ્રોડક્ટ જે પહેલા આપેલી હતી. જે પ્રમાણે ત્રણ વર્ષ પહેલાની મિક્ષ પ્રોડક્ટની ફોર્મ્યુલા હતી, જે ખૂબ જ સરળ હતી. આ ફોર્મ્યુલા પ્રમાણે એ, બી અને સી ગ્રેડ પાડવામાં આવ્યા હતા, જેમાં સી ગ્રેડ પ્રમાણે જે પ્રોડક્ટ બનાવતા હોય તેમાં તમામ મંજૂરી લેવી પડે, પરંતુ એ ગ્રેડની પ્રોડક્ટમાં બધુ બનતુ હોય તે તેના આધારે મિક્ષ પ્રોડક્ટની મંજૂરી આપવા માટેની સંમતિ દર્શાવી હતી અને તેનો ત્રણ વર્ષ સુધી અમલ પણ કરવામાં આવ્યો હતો. પરંતુ, નવા નોટિફિકેસન બાદ એ સંમત્તિ હટી ગઇ છે, જેની દિલ્હીથી મંજૂરી લઇ ઇસી બનાવવાનું હોય છે. જે બાબતે અમારા દ્વારા જે અમલ છે તેને ચાલુ રાખવામાં આવે તો સવલત રહે અને ઉદ્યોગો સારી રીતે કાર્ય કરી શકે.

આ અંગે અન્ય રૂલ નાઈનની જે મંજૂરી આપવામાં આવી છે, તે 100 ટકા બધાને મળી નથી. જેમાં થોડો વિલંભ થયો છે. તો એ બાય-પ્રોડક્ટમાં જે પ્રોડક્ટ નીકળે છે અને વેચાણ કરવામાં આવે છે, તે અંગે રૂલ નાઈનની મંજૂરી જે આપવામાં આવી છે, તો તેને હટાવી દેવી જોઇએ અને તેને બાય-પ્રોડક્ટમાં મંજૂરી આપવી જોઇએ તેવી રજૂઆત પણ કરવામાં આવી હતી. જોકે એસિડ અને હઝાર્ડ વેસ્ટ માટે એના માટે રૂલ નાઇનની ફોર્મ્યુલા કરી શકાય. હઝાર્ડ વેસ્ટ જે અત્યારે જઇ રહ્યું છે, તેને મેનિફેસ્ટો સાથે અથવા તો બીજી રીતે જેવી કે જીપીસીએસ સિસ્ટમ સાથે જાય તે વિશે અમે પૂરેપૂરી ભલામણ કરી છે, જેમાં અમે સંપૂર્ણ સાથ-સહકાર આપી રહ્યાં છે.

જે ગેરકાયદેસર કામ કરતા હોય તેના માટે ગુજરાત ચેમ્બર ઑફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી કોઇપણ રીતે છાવરવામાં નહીં આવે અને તેને પ્રોત્સાહિત કરવામાં નહીં આવે. તેના માટે જે કંઇપણ દંડ કે કાર્યવાહી જીપીસીબી કે પર્યાવરણ ભાગ કરે તે સામે અમે કોઇ વાંધો ઉઠાવીશું નહી.