રાજકોટમાં પમ્પિંગ સ્ટેશનમાં ૪ માર્ચે નવી પેનલ ફીટ કરાતા પાણી વિતરણ બંધ રહેશે

રાજકોટ મહાનગરપાલિકાના વોટર વર્કસ, સેન્ટ્રલ ઝોન અંતર્ગત જ્યુબેલી પમ્પિંગ સ્ટેશન પર જૂની પેનલ કાઢીને તે જગ્યા પર નવી એમસીસી અને એપીએફસી પેનલ ફિટીંગ કરવાની કામગીરીને લઇને ૪ માર્ચના રોજ પાણીકાપ મૂકવામાં આવ્યો છે. જેમાં જ્યુબેલી હેડ વર્કસ હેઠળ આવતા વિસ્તારોમાં કેનાલ સાઇડના વિસ્તારો (વોર્ડ નં. ૭ પાર્ટ), જંક્શન સાઇડના વિસ્તારો (વોર્ડ નં. ૨ પાર્ટ, ૨ પાર્ટ) અને જિલ્લા ગાર્ડન હેડ વર્કસ હેઠળ આવતા વિસ્તારો (વોર્ડ નં. ૭ પાર્ટ, ૧૭ પાર્ટ)માં પાણી વિતરણ બંધ રહેશે.

રઘુવીરપરા, સોની બજાર, ધર્મેન્દ્ર રોડ, ખત્રીવાડ, લાખાજીરાજ રોડ, મોચીનગર, પરસાણાનગર, જંક્શન પ્લોટ સોસાયટી, શ્રોફ રોડ, હરિલાલ ગોસલીયા માર્ગ, સરકારી ક્વાર્ટસ, સાયલાનો ઉતારો, નકુમ શેરી, પ્રેસ રોડ, રૂડા ઓફિસ વિસ્તાર, ગોંડલનો ઉતારો, આરતી એપાર્ટમેન્ટ, તાર ઓફિસ પાછળ, ગણાત્રાવાડી, દાતારનો તકિયો, સિવિલ હોસ્પિટલ, કરણપરા, પ્રહલાદ પ્લોટ, રામનાથપરા, દિવાનપરા, હાથીખાના, કોટક શેરી, વર્ધમાન નગર, લક્ષ્મીવાડી, ગુંદાવાડી, કેવડાવાડી, લલુડી વોકળી, બાપુનગર, બાપુનગર સ્લમ ક્વાટર, ગોવિંદપરા, કોઠારીયા કોલોની (પાર્ટ), પુજારા પ્લોટ (પાર્ટ), સોરઠીયા વાડી, જયરાજ પ્લોટ, કુંભારવાડા, હાથીખાના (પાર્ટ), સોરઠીયા પ્લોટ, ઘાંચીવાડ, નવયુગપરા અને મીલપરા (પાર્ટ)માં પાણીકાપ રહેશે.

રાજકોટની જીવાદોરી સમાન આજી અને ન્યારી ડેમમાં પાણીનો જથ્થો ખૂટી જવાના આરે હોવાથી સૌની યોજના હેઠળ નર્મદા ડેમમાંથી પાણી લેવામાં આવે છે. આજી-૧માં સૌની યોજનાનું પાણી એક સપ્તાહ પહેલા છોડવામાં આવ્યું છે, પરંતુ ન્યારીમાં દરવાજાનું કામ કરવાનું હોવાથી સૌનીનું પાણી બે માસ બાદ મળશે.