સુરતના શ્રેયસ ડાયમંડ બિલ્ડીંગનો ભાગ ધરાશાયી થયો

સુરતમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે સુરતના મીની બજાર ખાતે આવેલા શ્રેયસ ડાયમંડ બિલ્ડીંગનો છજાનો ભાગ ધરાશાયી થયો હતો. આ ઘટનાને લઈને ત્યાં અફરાતફરી મચી જવા પામી હતી. છજ્જાનો ભાગ ધરાશાહી થતા બિલ્ડીંગની નીચે પાર્ક ૩૦ જેટલા વાહનો દબાઈ જતા નુકશાન થયું હતું. આ બનાવની જાણ સ્થાનિકો દ્વારા ફાયર વિભાગને કરવામાં આવી હતી જેથી ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ફાયર વિભાગ દ્વારા અહી કાટમાળ ખસેડવાની કામગીરી કરી હતી. જો કે બિલ્ડીંગ નીચે કોઈ વ્યક્તિ હાજર ના હોવાથી સદનસીબે કોઈ જાનહાની થવા પામી ના હતી.

આ ઘટના બનતા અહી રત્નકલાકારો બિલ્ડીંગની બહાર દોડી આવ્યા હતા ફાયર વિભાગને જાણ થતા અહી આવી તપાસ કરી હતી. અહીં ૩૦ વાહનો દબાઈ ગયા હતા. અહીં કાટમાળ ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. અને આ અંગે મનપા અધિકારીઓને જાણ કરવામાં આવી છે.સુરતના મિનીબજાર સ્થિત શ્રેયસ ડાયમંડ બિલ્ડીંગમાં છજાનો ભાગ ધરાશાયી થયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી. પરંતુ બિલ્ડીંગની નીચે પાર્ક ૩૦ વાહનો દબાઈ જતા નુકશાન થયું હતું. બીજી તરફ આ બનાવની જાણ ફાયર વિભાગને થતા ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવી કાટમાળ ખસેડવાની કામગીરી કરી હતી.