આજનું આપણું ભારત વૈજ્ઞાનિક અભિગમ સાથે આગળ વધી રહ્યા છીએ : PM મોદી

કોરોના મહામારીના કારણે ૨ વર્ષ બાદ યોજાઈ રહેલી ભારતીય વિજ્ઞાન કોંગ્રેસની ૧૦૮મી આવૃત્તિનું ઉદ્‌ઘાટન કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ભારત જે ઊંચાઈએ પહોંચશે તેમાં ભારતની વૈજ્ઞાનિક શક્તિની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. વીડિયો કોન્ફરન્સ દ્વારા પોતાના ભાષણમાં તેમણે કહ્યું કે ૨૧મી સદીના ભારતમાં આપણી પાસે સૌથી વધુ બે વસ્તુઓ છે અને તે છે ડેટા અને ટેકનોલોજી. પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું, “આજની ૨૧મી સદીના ભારતમાં આપણી પાસે બે વસ્તુઓ છે, પ્રથમ ડેટા અને બીજી ટેકનોલોજી. આ બંનેમાં ભારતના વિજ્ઞાનને નવી ઊંચાઈઓ પર લઈ જવાની શક્તિ છે. ડેટા વિશ્લેષણનું ક્ષેત્ર ઝડપી ગતિએ આગળ વધી રહ્યું છે. તેમણે કહ્યું કે મને ખાતરી છે કે ભારતનો વૈજ્ઞાનિક સમુદાય ૨૧મી સદીમાં ભારતને તે સ્થાન હાંસલ કરવામાં મદદ કરશે જે તે હંમેશાં લાયક છે. વડાપ્રધાને કહ્યું કે, આ વખતે ભારતીય વિજ્ઞાન કોંગ્રેસની થીમ પણ એક એવો વિષય છે જેની વિશ્વમાં સૌથી વધુ ચર્ચા થઈ રહી છે. વિશ્વનું ભવિષ્ય સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સાથે જ સુરક્ષિત છે. તમે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ના વિષયને મહિલા સશક્તિકરણની સાથે જોડ્યો છે.

આજે દેશની વિચારસરણી માત્ર એ જ નથી કે વિજ્ઞાન દ્વારા મહિલાઓનું સશક્તિકરણ થવું જોઈએ, પરંતુ વિજ્ઞાનને પણ મહિલાઓની ભાગીદારીથી સશક્ત બનાવવું જોઈએ. વિજ્ઞાન અને સંશોધનને નવી ગતિ આપવી, આ અમારો ઉદ્દેશ્ય છે. તેમણે કહ્યું, હવે ભારતને ય્-૨૦ અધ્યક્ષ પદની જવાબદારી મળી છે. ય્-૨૦ના મુખ્ય વિષયોમાં મહિલા લીડ ડેવલપમેન્ટ પણ પ્રાથમિકતાનો વિષય છે.  મંગળવારે વીડિયો કોન્ફરન્સ દ્વારા ૧૦૮મી ભારતીય વિજ્ઞાન કોંગ્રેસને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે ભારત હવે વિજ્ઞાનના ક્ષેત્રમાં અગ્રણી દેશોમાં સામેલ છે. ગ્લોબલ ઈનોવેશન ઈન્ડેક્સમાં તેનો રેન્ક ૨૦૧૫માં ૮૧ હતો, જે ૨૦૨૨માં ૪૦ થયો હતો. પીએમ મોદીએ કહ્યું કે આજનો ભારત જે વૈજ્ઞાનિક અભિગમ સાથે આગળ વધી રહ્યો છે, તેના પરિણામો પણ આપણે જોઈ રહ્યા છીએ. ભારત વિજ્ઞાન ક્ષેત્રે વિશ્વના ટોચના દેશોમાં ઝડપથી જોડાઈ રહ્યું છે.

૨૦૧૫ સુધી, અમે ૧૩૦ દેશોના વૈશ્વિક ઇનોવેશન ઇન્ડેક્સમાં ૮૧મા નંબરે હતા અને ૨૦૨૨માં અમે ૪૦મા નંબરે પહોંચી ગયા છીએ. મહિલાઓની ભાગીદારી વિશે વાત કરતા પીએમ મોદીએ કહ્યું કે છેલ્લા ૮ વર્ષમાં એક્સ્ટ્રા મોરલ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં મહિલાઓની ભાગીદારી બમણી થઈ છે. મહિલાઓની આ વધતી ભાગીદારી એ વાતનો પુરાવો છે કે સમાજ પણ પ્રગતિ કરી રહ્યો છે અને વિજ્ઞાન પણ આગળ વધી રહ્યું છે. તેમણે એમ પણ કહ્યું કે આજે દેશની વિચારસરણી એ છે કે માત્ર વિજ્ઞાન દ્વારા મહિલાઓને સશક્ત બનાવવી જોઈએ નહીં, પરંતુ વિજ્ઞાનને પણ મહિલાઓની ભાગીદારીથી સશક્ત બનાવવું જોઈએ. વિજ્ઞાન અને સંશોધનને નવી ગતિ આપો, આ અમારો ઉદ્દેશ્ય છે.

આઠ વર્ષોમાં દેશે કર્યું અસાધારણ કામ.. જાણો કયા છે એ દેશો.. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, છેલ્લા આઠ વર્ષમાં ભારતે શાસનથી લઈને સમાજ અને અર્થવ્યવસ્થા સુધીના ઘણા એવા અસાધારણ કામો કર્યા છે, જેની આજે ચર્ચા થઈ રહી છે. છેલ્લા આઠ વર્ષોમાં એકસ્ટ્રા મોરલ રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટમાં મહિલાઓની ભાગીદારી બમણી થઈ છે. મહિલાઓની આ વધતી ભાગીદારી એ વાતનો પુરાવો છે કે સમાજ પણ પ્રગતિ કરી રહ્યો છે અને સાયન્સ પણ આગળ વધી રહ્યું છે. ભારતીય વિજ્ઞાન કોંગ્રેસની આ વર્ષની થીમ ‘મહિલા સશક્તિકરણ સાથે ટકાઉ વિકાસ માટે વિજ્ઞાન અને ટેકનોલોજી’ છે. આ વાર્ષિક કાર્યક્રમમાં, ટકાઉ વિકાસ, મહિલા સશક્તિકરણ અને આ ઉદ્દેશ્યોને પરિપૂર્ણ કરવામાં વિજ્ઞાન અને ટેકનોલોજીની ભૂમિકા પર ચર્ચા કરવામાં આવશે. મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યરી ઉપરાંત કેન્દ્રીય મંત્રીઓ નીતિન ગડકરી અને જિતેન્દ્ર સિંહ, મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પણ ભારતીય વિજ્ઞાન કોંગ્રેસના ઉદ્‌ઘાટન સત્રમાં હાજરી આપે તેવી અપેક્ષા છે.