ઉનાળાના કારણે ગીર જંગલમાં કુદરતી પાણીના સ્ત્રોત સૂકાતા કુત્રિમ સ્ત્રોતો શરૂ કરાયા

ઉનાળો એટલે ભલભલાને પરસેવા છોડાવી દેતી ઋતું.ત્યારે લોકો ઉનાળામાં તાપ અને ગરમીના વાતાવરણમાં ઉકરાટથી બચવા કોઈ પણ રીતે સક્ષમ બની જતા હોય છે.પરંતુ જંગલમાં વસવાટ કરતા વન્ય પ્રાણીઓ જંગલમાં કુદરતી સ્ત્રોત કે, પાણીની કુંડીઓ,કે નદીના આજુબાજુના વિસ્તારમાં પાણી કુદરતી રીતે સંગ્રહ હોય છે. ત્યારે ઉનાળામાં વન વિભાગ દ્વારા જંગલમાં વસતા પ્રાણીઓ માટે કુત્રિમ રીતે પીવાના પાણી વ્યવસ્થા કરવામાં આવી.મોટા ભાગના પ્રાણીઓ સવાર-સાંજ જ પાણી પીવા માટે બહાર આવે છે બાકી તપતા તડકાના તાપમાનમાં પોતે વૃક્ષોના છાંયા નીચે બેસી રહે છે.

ગીર જંગલમાં સિંહ, હિરણ, સાંભર, શિયાળ નીલગાય સહિતના હજારો પ્રાણીઓ વસવાટ કરે છે. જુનાગઢ વન વિભાગના વન સંરક્ષક આરાધના શાહુએ જણાવ્યું હતું કે ગીર અને આજુબાજુના વન્ય પ્રાણીઓના વિસ્તારમાં ઉનાળો જ્યારે શરૂ થાય છે ત્યારે વન્ય પ્રાણીઓ માટે અલગ અલગ માધ્યમથી પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે.