રાષ્ટ્રીય વન શહીદ દિવસ, વન રક્ષકોના સમર્પણની યાદમાં મનાવાય છે આ દિવસ

જંગલ બચાવીને પર્યાવરણનું રક્ષણ કરવા માટે જીવ આપીને શહીદ થનાર અમૃતા દેવી સહિત બિશ્નોઈ જાતિના 360 થી વધુ લોકોની યાદમાં 11 સપ્ટેમ્બરને રાષ્ટ્રીય વન શહીદ દિવસ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. 1730 માં, આ દિવસે, અમૃતા દેવીના નેતૃત્વમાં બિશ્નોઈ જાતિના 360 થી વધુ લોકોએ વૃક્ષો કાપવા સામે વાંધો ઉઠાવ્યો હતો. વૃક્ષો બચાવવાના તેમના વિરોધને કારણે, રાજાના આદેશ પર રાજસ્થાનના ખેજરલીમાં તેમની હત્યા કરવામાં આવી હતી.

ચિપકો આંદોલન વિશે તો દેશભરના લોકોને જાણકારી છે. પરંતુ ઈ.સ.1730માં પર્યાવરણ કાજે થયેલા લોક આંદોલનમાં 363 લોકો શહીદ થયા હતા. રાજસ્થાનમાં આવેલ મેઘપુરના રાજાએ 1730માં નવા મહેલનું નિર્માણ કરવા માટે લાકડાની ખૂબ જરૂરિયાત હતી. ત્યારે રાજાના સૈનિકોને વૃક્ષો કાપતા અટકાવવા માટે બિસ્નોઈઓએ બંડ પોકાર્યું હતું. બિસ્નોઈ પ્રજા પંદરમી સદીથી પ્રાણીઓ અને વનસ્પતિઓના જીવનનું રક્ષણ કરતી હતી. મેઘપુરના વિસ્તારમાં આવેલ ખેજરલી ગામના લોકોએ વૃક્ષ કાપતા અટકાવવા માટે પ્રયત્ન કર્યો હતો.

ત્યારે એવા સમયમાં અમૃતા દેવી અને સાથી લોકો વૃક્ષને વીંટાળાઈ ગયા હતા. સ્થાનિક લોકોએ આગ્રહ કર્યો કે પહેલા અમને કાપો અને ત્યાર બાદ વૃક્ષોને કાપો. બળજબરી પૂર્વક સ્થાનિક લોકોને દૂર થવા અંગે ચેતવણી આપવામાં આવી હતી. બિસ્નોઈ પ્રજાએ વારાફરતી આગળ આવીને મોત પસંદ કરીને વૃક્ષો અને પ્રકૃતિ પ્રત્યે પોતાનો પ્રેમ દર્શાવ્યો. છેવટે રાજા હાંફળા-ફાંફળા થઈને ત્યાં આવ્યા. આ દ્રષ્યો જોયું તો તરત જ તેમણે પોતાના માણસોને આ કૃત્ય કરતા અટકાવી દીધા. પરંતુ પર્યાવરણની રક્ષા કાજે 363 માણસો શહીદ થઈ ગયા હતા.

વન રક્ષા માટે શહીદીની આ ઘટના વૃક્ષ પ્રેમી, વન્ય જીવોના ચાહક બનવાની પ્રેરણા આપે છે.