નર્મદા ડેમની જળ સપાટીમાં એક મહિનામાં ૯.૬૮ મીટરનો ઘટાડો

ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમની જળ સપાટીમાં મોટો ઘટાડો નોંધાયો છે. છેલ્લા એક જ મહિનામાં ડેમની સપાટીમાં ૯.૬૮ મીટરનો ઘટાડો નોંધાયો છે. ૧ જૂનના રોજ નર્મદા ડેમની જળ સપાટી ૧૨૩.૩૮ મીટર હતી, જ્યારે ૧ જુલાઈના રોજ ૧૧૩.૭૦ મીટર જળ સપાટી નોંધાઇ છે, એટલે ૯.૬૮ મીટર નો ઘટાડો નોંધાયો છે.

ઉપરવાસમાં વરસાદ ઓછો હોવાના કારણે જળ સપાટીમાં ઘટાડો નોંધાયો છે. નર્મદા ડેમના ૧૨૦૦ મેગાવોટ ના વીજ મથકો સતત ચાલુ રહેતા ઘટાડો નોંધાયો છે. હાલ વીજ મથકો ચાલતા નદી પણ પાણી છોડાઇ રહ્યું છે. ઉપરવાસમાંથી ચોમાસા દરમિયાન પાણીની આવક થાય તો ફરી નર્મદા ૧૩૮ મીટરની ઐતિહાસિક સપાટીએ પહોંચી શકે છે.