જોખમી કચરાના વૈજ્ઞાનિક ઢબે નિકાલ માટે નવી પાંચ સાઇટને રાજ્ય સરકારની મંજૂરી

ઔદ્યોગિક એકમોમાંથી નીકળતા જોખમી ઘન કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિર્મિત એવી TSDF સાઇટમાં કરવાનો હોય છે. જોખમી કચરા નિયમ ૨૦૧૬ અંર્તગત રાજ્ય સરકાર દ્વારા TSDF sites નું Notification કરવાનું રહે છે. રાજ્યમાં આ પ્રકારની ૭ (સાત) TSDF sites કાર્યરત હતી જેની ક્ષમતા પૂર્ણતાના આરે હતી.

ગુજરાત ઔદ્યોગિક ક્ષેત્ર અગ્રેસર રાજ્ય હોઇ તથા તેમાં પણ કેમિકલ ઉદ્યોગોનું પ્રમાણ વધારે હોવાથી રાજ્યમાં હાલમાં આશરે, કુલ ૩૦ લાખ મે.ટન વાર્ષિક ઔદ્યોગિક જોખમી કચરો ઉત્પન્ન થાય છે. જે પૈકી અંદાજીત આશરે ૧૦ લાખ મે.ટન લેન્ડફીલેબલ ઔદ્યોગિક કચરાનો વૈજ્ઞાનિક ઢબે તૈયાર કરાયેલ TSDF સાઇટમાં નિકાલ થાય છે. જ્યારે બાકીનો ઔદ્યોગિક કચરો ઇન્સીનરેશન, રીસાઇક્લીંગ કે સિમેન્ટ ઇન્ડસ્ટ્રીઝમાં કો-પ્રોસેસીંગ થકી નિકાલ થાય છે. રાજ્યમાં હાલમાં કાર્યરત TSDF સાઇટની ક્ષમતા ત્રણ થી છ મહિનામાં સંપૂર્ણ ભરાઇ જાય તેટલી જ હતી.
રાજ્યમાં નવી પાંચ ટીએસડીએફ સાઇટને ઉપયોગમાં લેવા નોટીફાય કરવા માટેની રાજ્ય સરકારને અરજીઓ મળેલ હતી.

આ અંગે જરૂરી પ્રક્રિયા હાથ ધરી માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા આજ રોજ આ અરજીઓ અન્વયે સાઇટ નોટીફાય કરવાનો નિર્ણય લેવામાં આવેલ છે. વધુમાં આ પાંચેય સાઇટરાજ્યના જુદા જુદા ભૌગોલિક વિસ્તારમાં એટલે કે, ખંભાત-આણંદ, મહિસાગર, ભરૂચ-જંબુસર અને ઝગડિયા, સુરેન્દ્રનગર, જીલ્લામાં આવનાર હોઇ જોખમી કચરાના ટ્રાન્સપોર્ટેશનમાં ખર્ચમાં ઘટાડો થશે જેથી ઉદ્યોગોને જોખમી કચરાના નિકાલ ખર્ચ ઘટશે. આ નિર્ણયના પરિણામે ગુજરાતે કોમન એન્વાયરમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રકચરના નિર્માણ અંગે અગ્રતાની કૂચ જાળવી રાખેલ છે. પરિણામે રાજ્યના જોખમી કચરાનાનિકાલ અને વ્યવસ્થાપન નું માળખું વધુદ સુદ્દઢ થશે અને ઉદ્યોગના વિકાસ ને વેગ મળશે.

નિધિ રાવલ
જન સંપર્ક અધિકારી
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ