નર્મદા નિગમે વળતર નહિ ચૂકવતા કોર્ટે મિલકત જપ્ત કરી

જંબુસર તાલુકાના ભડકોદ્રા અને કનસાગર સહિતના અનેક ગામડાઓમાંથી સરદાર સરોવર નર્મદા નિગમની મુખ્ય તથા માઇનોર કેનાલ પસાર થાય છે. વર્ષ ૨૦૦૪થી આ બંને ગામના ૨૫ જેટલા ખેડુતો વળતર માટે ધરમ ધકકા ખાઇ રહયાં છે. ખેડુતોના જણાવ્યા અનુસાર ૨૦૧૨ અને ૨૦૧૭માં કોર્ટનો આદેશ હોવા છતાં આજદિન સુધી તેમને વળતરની રકમ મળી નથી. આ ખેડુતોને નિગમ પાસેથી આશરે ૮ કરોડ રૂપિયાની રકમ લેવાની નીકળે છે. જંબુસરની કોર્ટે ખેડુતોને વળતર નહિ ચુકવનારા સરદાર સરોવર નર્મદા નિગમની મિલ્કતો જપ્ત કરી લેવા માટે આદેશ કર્યો હતો. કોર્ટના આદેશથી બેલીમ તથા ખેડુતો જંબુસરની ડાભા ચોકડી પાસે આવેલી નર્મદા યોજના નહેર વિભાગ નંબર –૧૫ની કચેરી ખાતેથી સામાનની જપ્તી કરવામાં આવી હતી. અમારી જમીનો વર્ષ ૨૦૦૪માં સંપાદિત કરવામાં આવી હતી.

૧૮ વર્ષથી અમે વળતર માટે કચેરીઓના ધકકા ખાઇ રહયાં છે. કોર્ટનો આદેશ હોવા છતાં અમને વળતર તેમજ વ્યાજની રકમ ચુકવવામાં આવતી નથી.  ચુકાદો સ્વિકારાયા બાદ ફંડને લગતો લેટર આવે છે. જે બાદ તે વડી કચેરી ગાંધીનગર જાય છે. ત્યાંથી ફંન્ડ ફાળવવામાં આવે છે.જંબુસર તાલુકાના ભડકોદ્રા અને કનસાગર ગામના ખેડુતોને નહેર માટે સંપાદિત કરેલી જમીનનું વળતર ૧૮ વર્ષ બાદ મળ્યું નથી. અસરગ્રસ્ત ખેડુતોએ વળતર બાબતે કરેલાં કેસ સંદર્ભમાં કોર્ટે જપ્તી વોરંટ કાઢતાં જંબુસર ખાતે આવેલી સરદાર સરોવર નર્મદા નિગમ હસ્તકની નર્મદા યોજના નહેર વિભાગ નંબર –૧૫ની કચેરીના રાચરચીલાને જપ્ત કરી લેવામાં આવ્યું હતું.