જૂનાગઢમાં મકાન ધરાશાયી થતા ૪થી વધુ લોકો દટાયા

ચોમાસામાં ભારે વરસાદ પડ્યા બાદ દુર્ઘટનાઓ વધી જતી હોય છે. ખાસ કરીને કાચા મકાનો પડવાની ઘટનાઓ સામે આવતી હોય છે. જેમાં ઘણી વાર જાનહાની પણ બનતી હોય છે. જૂનાગઢમાં પણ આવી જ એક દુર્ઘટના સામે આવી છે. જૂનાગઢના કડિયાવાડ પાસે એક મકાન ધરાશાયી થવાની ઘટના બની છે. મકાન ધરાશાયી થતા તેના કાટમાળ નીચે ૪ લોકો દટાયા છે.

ઘટનાના પગલે લોકોના ટોળેટોળા એકત્રિત થઇ ગયા હતા. જૂનાગઢમાં બે દિવસ પહેલા ભારે વરસાદના કારણે ભયંકર પરિસ્થિતિ સર્જાઇ હતી. ગીરનાર પર્વત પર ભારે વરસાદ પડ્યા બાદ તેના પાણી જૂનાગઢમાં આવી ગયા હતા. જૂનાગઢના દાતાર વિસ્તારમાં પણ પાણી ભરાયા હતા. દાતાર રોડ જૂનાગઢનો સૌથી જૂનો વિસ્તાર છે. જેથી તેમાં મોટી સંખ્યામાં જૂના અને જર્જરિત મકાનો આવેલા છે.ત્યારે આ પૈકીનું એક મકાન  ધરાશાયી થયુ હતુ.