મોદી સરકારે ખેડૂતોને કૃષિના સુવર્ણ દોર તરફ લઈ જઈ રહી છે : નરેન્દ્રસિંહ તોમર

આપણા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા છેલ્લા આઠ વર્ષમાં કરેલા સર્વાંગી પ્રયાસોના પરિણામો સમાજમાં સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. મંત્રાલય દ્વારા પહેલા યોજનાઓ અને કાર્યક્રમોના રૂપમાં ઘણા નવીન પગલાં લેવામાં આવ્યા છે, જે ખેડૂતોની સ્થિતિ સુધારવામાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. ખેડૂતોનું જીવનધોરણ સારું થઈ રહ્યું છે અને દિલ્હીથી કૃષિ સહાય સંપૂર્ણ પારદર્શિતા સાથે બેંક ખાતા દ્વારા સીધી તેમના સુધી પહોંચી રહી છે. ખેડૂતોની આવક વધી છે, ખેતીને વ્યવસાય તરીકે સ્વીકારવાની તેમની વિચારસરણીને નવી દિશા મળી છે. છેલ્લા આઠ વર્ષની બજેટ ફાળવણી, તેમાં થયેલો નોંધપાત્ર વધારો અને વધુ ખેડૂત મૈત્રીપૂર્ણ કૃષિ નીતિઓ સરકારની સકારાત્મક વિચારસરણી અને મજબૂત ઈચ્છાશક્તિનો એક ભાગ છે.ખેડૂતોની આવક વધી છે, ખેતીને વ્યવસાય તરીકે સ્વીકારવાની તેમની વિચારસરણીને નવી દિશા મળી છે. છેલ્લા આઠ વર્ષની બજેટ ફાળવણી, તેમાં થયેલો નોંધપાત્ર વધારો અને વધુ ખેડૂત મૈત્રીપૂર્ણ કૃષિ નીતિઓ સરકારની સકારાત્મક વિચારસરણી અને મજબૂત ઈચ્છાશક્તિનો એક ભાગ છે ચાલું નાણાંકીય વર્ષમાં કૃષિ બજેટની ફાળવણી આશરે રૂ. ૧.૩૨ લાખ કરોડ છે, જે ખેડૂતોના કલ્યાણ માટે કેન્દ્ર સરકારની પ્રામાણિક વિચારસરણીનું વલણ દર્શાવે છે. છેલ્લા આઠ વર્ષમાં કૃષિ માટે બજેટની ફાળવણી લગભગ છ ગણી વધી છે. કૃષિ ક્ષેત્રે વિકાસની યાત્રા અહીં પૂરી થતી નથી. ફાળવણીની સાથે સાથે અનાજ અને બાગાયતી પાકોનું વિક્રમી ઉત્પાદન પણ સરકારના બજેટની ફાળવણી યોગ્ય દિશામાં ખર્ચાઈ રહી હોવાનો પુરાવો છે. વર્ષ ૨૦૨૧-૨૨માં ત્રીજા એડવાન્સ અંદાજો અનુસાર, ખાદ્યાન્નનું ઉત્પાદન આશરે ૩૧૫ મિલિયન ટન હોવાનો અંદાજ છે, જ્યારે બાગાયત ક્ષેત્રનું ઉત્પાદન ૩૩૪ મિલિયન ટન હોવાનો અંદાજ છે, જે અત્યાર સુધીમાં સૌથી વધુ છે. દેશમાં ખાદ્યાન્નના ઉત્પાદનમાં રેકોર્ડ સ્તરે સતત વધારા સાથે કૃષિની નિકાસ પણ સતત વધી રહી છે, જે લગભગ ૪ લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. સારી આજીવિકા માટે ખેડૂતોની કમાણી વધારવા માટે સરકારે ખરીફ, રવિ અને અન્ય વ્યાપારી પાકોના લઘુત્તમ ટેકાના ભાવમાં સતત વધારો કર્યો છે. વર્ષ ૨૦૧૩-૧૪માં ડાંગર માટે લઘુત્તમ ટેકાના ભાવ રૂ. ૧,૩૧૦ પ્રતિ ક્વિન્ટલ હતા. તે વધીને રૂ. ૧,૯૪૦ પ્રતિ ક્વિન્ટલ થયો છે. એ જ રીતે ૨૦૧૩-૧૪માં ઘઉં માટે MSP ૧,૪૦૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતો અને હવે તે ૨,૦૧૫ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ પર પહોંચી ગયો છે. ૨૦૨૧-૨૨ માં રવિ માર્કેટિંગ સિઝન દરમિયાન સરકાર દ્વારા MSP પર ૪૩૩.૪૪ લાખ મેટ્રિક ટન ઘઉંની ખરીદી કરવામાં આવી હતી, જે અત્યાર સુધીની સૌથી વધુ ખરીદી છે.

પંજાબ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, ઉત્તરાખંડ, ગુજરાત, હિમાચલ પ્રદેશ અને જમ્મુ અને કાશ્મીરમાં અત્યાર સુધીમાં સૌથી વધુ ઘઉંની ખરીદી થઈ છે. આંકડા દર્શાવે છે કે ૪૯.૧૯ લાખ ઘઉં ઉત્પાદક ખેડૂતોને સિઝન દરમિયાન એમએસપીમાં રૂ.૮૫,૬૦૪.૪૦ કરોડ મળ્યા હતા. ચુકવણી પારદર્શક રીતે સીધી તેમના બેંક ખાતામાં કરવામાં આવી છે. લગભગ ૧૧.૫૦ કરોડ ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના હેઠળ રૂ. ૧.૮૨ લાખ કરોડ આપવામાં આવ્યા છે. આ યોજના કેન્દ્ર સરકારની સૌથી વ્યાપક અને મહત્વપૂર્ણ યોજનાઓમાંની એક છે અને તે ખેડૂતો પ્રત્યેની વફાદારીનું પ્રતીક પણ છે, જેમાં કોઈ વચેટિયા સામેલ નથી. જમીનના સ્વાસ્થ્ય પ્રત્યે સરકારના ગંભીર અભિગમને ધ્યાનમાં રાખીને સોઈલ હેલ્થ કાર્ડ કરોડો ખેડૂતો સુધી પહોંચ્યા છે. આ યોજના ખેડૂતોને વધુ સારી ઉપજ મેળવવા માટે અસરકારક અને સારા કૃષિ ઉત્પાદન તરફ દોરે છે. વડાપ્રધાન મોદીના માર્ગદર્શન હેઠળ સરકારે આ વર્ષના બજેટમાં કુદરતી ખેતી માટે વિશેષ જોગવાઈ કરી છે.

ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં ગંગાના બંને કિનારે ૫ કિલોમીટરના વિસ્તારને કુદરતી ખેતી હેઠળ લાવવામાં આવશે. હાલમાં સરકાર લોકો સાથે મળીને દેશભરમાં આઝાદીના ૭૫ વર્ષ કે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરી રહી છે. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે ૨૫ એપ્રિલથી ૩૦ એપ્રિલ સુધી ‘કિસાન ભાગીદારી, પ્રથમિકતા હમારી’ અભિયાનની ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવણી કરી હતી. આ અભિયાન દરમિયાન મંત્રાલયના તમામ વિભાગો, ICAR સહિત તેની હેઠળની તમામ સંસ્થાઓ અને દેશભરમાં સ્થિત ૭૦૦થી વધુ કૃષિ વિજ્ઞાન કેન્દ્રોએ ખેડૂતો મેળા, સેમિનાર અને વર્કશોપનું આયોજન કર્યું હતું. જ્યારે ભારત આઝાદીના ૧૦૦ વર્ષ પૂર્ણ કરશે, ત્યારે આપણે કૃષિ ક્ષેત્રના ભવ્ય અને સુવર્ણ દ્રશ્યને જોઈ શકીશું. આપણે સૌ આ ઈચ્છા સાથે આર્ત્મનિભર કૃષિ ક્ષેત્ર અને આર્ત્મનિભર ભારત બનાવવા તરફ આગળ વધી રહ્યા છીએ.