મંત્રી બલવંતસિંહ રાજપૂતે બનાસકાંઠાના કણબીયાવાસ ખાતે “વિશ્વ આદિવાસી દિવસ”ની ઉજવણી કરી વૃક્ષારોપણ કર્યું

મેરી માટી, મેરા દેશ, મીટ્ટી કો નમન, વીરો કો વંદન.. 

પાલનપુર: આઝાદીનાં અમૃત મહોત્સવ અંતર્ગત આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશભરમાં “મેરી માટી, મેરા દેશ” અભિયાન શરૂ થઇ રહ્યું છે, આજથી શરૂ થયેલા આ અભિયાન અંતર્ગત રાજ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આગામી 30 ઓગષ્ટ સુધીમાં પ્રત્યેક ગામની ગ્રામ પંચાયતમાં અમૃત વાટિકા, શિલાલેખ, વસુધા વંદના તેમજ ગામની માટીને દેશની રાજધાનીમાં લાવીને વીરોની વંદના કરવામાં આવશે.

કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત બનાસકાંઠા જિલ્લાના કણબીયાવાસ ગ્રામ પંચાયત ખાતે “વિશ્વ આદિવાસી દિવસ”ની ઉજવણી વેળાએ દેશની રક્ષા માટે બલિદાન આપનાર વીરો અને વીરાંગનાઓને સ્મરણાંજલિ અર્પણ કરી વૃક્ષારોપણ કર્યું હતું.

આ પ્રસંગે પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર, જિલ્લા કલેક્ટર વરુણકુમાર બરણવાલ, જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે, જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, અગ્રણી લાધુભાઈ પારઘી, નિલેશભાઈ બુંબડીયા, રવીન્દ્ર ભાઇ ગમાર, આદિવાસી આગેવાનો, સંગઠનના પદાધિકારીઓ, શાળાના બાળકો સહિત ગ્રામજનો અને આદિવાસી સમાજના ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.