માલધારીઓ ગૌચરની જમીન દબાવવા બાબતે વિસાવદર બંધ પાળી રેલી યોજી રજૂઆત કરી

વિસાવદર ગૌ રક્ષા સમિતિ અને સોનલ ગ્રુપ સમિતિ દ્વારા રોજ વિસાવદર બંધનુ એલાન આપવામાં આવ્યું હતુ. ત્યારે વિસાવદરના તમામ વેપારી દ્વારા પોતાના વેપાર ધંધા બંધ રાખીને સંપૂર્ણ ટેકો આપેલો હતો.

માલધારીઓનો અવાજ સરકાર સુધી પહોંચાડવા માટે બંધનુ એલાન આપેલું હતુ. વિસાવદરમા માલધારી સમાજ દ્વારા ગૌચરની જમીન ખુલી કરાવવા માટે અવર નવાર રજૂઆત કરેલી હોવા છતાં પણ ગૌચરની જમીન ખુલી નહીં કરાવીને ગૌચરમા પેશ કદમી કરી અને માલધારી પોતાનું ગૌચર ચરાવવા જાય ત્યારે ખોટી રીતે પોલીસ કેસ કરીને માલધારીઓને હેરાન કરવામાં આવતા હોવાથી બંધ પાળવામાં આવ્યું છે. આ બંધને સંપૂર્ણ સફળતા મળી છે અને રેલી યોજી પોતાની વિવિધ માંગણીઓ બાબતે રજૂઆત કરવામાં આવી હતી.