અમરેલીના બાબરા શહેરમાં ગંદકીથી સ્થાનિકો પરેશાન થયા

હાલ કોરોના સંક્રમણ પણ ધીમે ધીમે રાજ્યની સાથે અમરેલી જિલ્લામાં પણ વધી રહ્યું છે. અમરેલી શહેરમાં ૨ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. ત્યારે સ્વચ્છતા જળવાય રહે તે પણ જરૂરી છે જો તકેદારી નહીં રાખવામાં આવે તો વધુ સંક્રમણ પણ ફેલાય શકે છે. ત્યારે આ બાબતે બાબરા નગરપાલિકા જાણે કે ઘોર નિદ્રામાં હોય તેમ શહેરમાં ઠેર ઠેર ગંધકીના ઢગ ખડકાયા છે. અનેક રજૂઆતો કરવા છતા સમસ્યાનું નિવારણ ન આવતા હવે સ્થાનિકોની ધારજ ખૂટી રહીં છે.

હાલ ચોમાસુ વિધિવત રીતે બેસી ગયું છે. અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે. ત્યારે બાબરા શહેરમાં તંત્રની પ્રિ-મોન્સુન કામગીરીની પોલ ખુલી છે. સફાઇના અભાવે શહેરમાં ઠેર ઠેર ગંદકીના ઢગ ખડકાયા છે. જેનાથી મચ્છરોનો ઉપદ્વવ વધ્યો છે. સ્થાનિકોમાં રોગચાળાની ભીતિ છે. ચેમ્બર ઓફ કોમર્સ સહિત સ્થાનિક લોકોએ નગરપાલિકાને લેખિત, મૌખિત રજૂઆતો કરી હોવા છતા કોઇ નિવારણ આવ્યું નથી. જેથી હવે સ્થાનિકોએ કંટાળીને તંત્રને બે દિવસનુ અલ્ટીમેટમ આપ્યું છે. જો બે દિવસમાં સમસ્યાનું નિવારણ નહીં આવે તો પાલિકા કચેરીનો ઘેરાવો કરશે.